<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st July 2025

ગોપાલભાઈ...મારું સાંતી ચલાવો ભલે મારી માંડવી નીકળી જાય પણ તમે હાંકો...

રાજકોટઃ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્‍ય ગોપાલ ઇટાલીયાએ અમરેલી જિલ્લાના ઢૂંઢિયા પીપળીયા ગામથી ચૂડા તરફ ગામડાના રસ્‍તે જઈ રહ્યા હતા ત્‍યારે રસ્‍તામાં એક ખેડૂતે પોતાના ખેતરમાંથી હાથ ઊંચો કરીને  હાંકલો પાડયો હતો. ગોપાલ ઇટાલીયાએ ગાડીઓ રોકીને તારની વાડ ઓળંગીને ખેતરે જઈને ખેડૂત તેમજ તેમની પત્‍નીને મળ્‍યા હતા. ગોપાલ ઇટાલીયાને જોઈને ખેડૂત અત્‍યંત એટલે અત્‍યંત ખુશ થઈને મને કહ્યું કે, એક વખત તમે મારું સાંતી ચલાવો ભલે મારી માંડવી નીકળી જાય પણ તમે હાંકો. ખેડૂતના આગ્રહથી એકદમ સરળ સ્‍વભાવના ગોપાલ ઇટાલીયાએ સાંતી હાંકયુ હતુ.(૬.પ)

(10:23 AM IST)