<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st July 2025

રાવકી સહિત ૭ ગામોને ર૮ ફીડરો દ્વારા હવેથી નિયમીત વીજ પુરવઠો મળશેઃ સબ ડિવીઝન કચેરીનું લોકાર્પણ

૧ર હજારથી વધુ ગ્રાહકો આવરી લેવાયાઃ મંત્રીશ્રી ભાનુબેન દ્વારા ખુલ્લુ મુકાયું

રાજકોટ તા. ર૧: રાજયના મહિલા અને બાળ કલ્‍યાણ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાના હસ્‍તે લોધિકા તાલુકાના રાવકી ખાતે પી.જી.વી.સી.એલ.ની પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું.

આ પ્રસંગે મંત્રીશ્રીએ રાવકી કચેરીનું વિધિવત પૂજન સાથે લોકાર્પણ કરી કચેરીના પ્રાંગણમાં વળક્ષારોપણ કર્યું હતું.

રાવકી પેટા વિભાગીય કચેરી હેઠળ રાવકી, પાળ, કાંગશીયાળી, ઢોલરા, ખાંભા, વિરવા અને જશવંતપુર એમ કુલ ૭ ગામોને ૩ સબ સ્‍ટેશન અને કુલ ૨૮ ફિડરો દ્વારા કુલ ૧૨૦૨૫ વીજ ગ્રાહકોને વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે. વધુમાં, રાવકી પેટા વિભાગીય કચેરીનો વિસ્‍તાર ૧૬૨ ચો. કિ.મી. હોવાથી કચેરી હેઠળ ઔદ્યોગીક, વાણિજ્‍ય, ખેતીવાડી અને રહેણાંક હેતુના નવા વીજ કનેક્‍શન માંગનાર અરજદારોને તુરંતજ વીજ કનેક્‍શન આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ લોકાર્પણ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી,પૂર્વ ધારાસભ્‍ય સર્વ ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, તાલુકા પંચાયત પ્રમુખ વિલાસબેન મોરડ, પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્‍ટર શ્રી કેતન જોશી, મુખ્‍ય ઇજનેર પી.જે.મહેતા, સહાયક મુખ્‍ય ઈજનેર જે.બી.ઉપાધ્‍યાય, રાવકી તથા ખાંભા ઈન્‍ડસ્‍ટ્રીયલ એસોશિએસનના હોદ્દેદારો વિગેરે ઉપસ્‍થિત રહ્યા હતા

(11:01 AM IST)