તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st July 2025
પોરબંદર પોલીસે ખોવાયેલ ૧ર મોબાઇલ શોધી આપ્યાં

પોરબંદર : કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં અરજદારોએ અલગ અલગ સમયે કહેલ જાણ મુજબ ખોવાયેલા ૧ર મોબાઇલ પોલીસે શોધી આપીને મુળ માલિકોને પરત સોંપ્યા હતાં. શહેર વિભાગ એ.એસ.પી. સાહિત્યા વી.ના માર્ગદર્શન નીચે કીર્તિમંદિર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા કીર્તિમંદિર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુમ થયેલ કુલ ૧ર કિ. રૂા. ૧,૯૧,૦૩૯ ના મોબાઇલ શોધી કાઢી અરજદારોને રૂબરૂમાં સોંપવામાં આવ્યા હતા. જેમાં હીમાંશુભાઇ જેસંગભાઇ જોષી રહે. નવો કુંભારવાડો, લક્ષ્મીવાડી નરોતમદાસ ચોલેરા, રિધ્ધીબેન જાદવજી, લલીતાબેન રામજીભાઇ, સરમણ બાલુભાઇ ભુતીયા, દિવ્યેશ નરશીભાઇ, જયસુખ વ્રજલાલ, રેખાબેન સુરેન્દ્રભાઇ, પ્રણવ તેજસકુમાર, ઇલાબેન રમેશભાઇ, દિપેશ ધીરજલાલ તથા ઉષાબેન મેઘજીભાઇના ખોવાયેલા મોબાઇલ શોધીને તેમને પરત સોંપ્યા હતાં તે તસ્વીરો.
(11:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
