<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st July 2025

વરસાદ આવતાની સાથે જ લોધીકાના રાતૈયાના ખેડૂતોને કેમિકલયુક્‍ત

પાણીનો ભોગ બનવુ પડે છેઃ ખેડૂતોની ખુશીઓ ગમમા ફેરવાઈ જાય છે

ખીરસરા : જાણે કાશ્‍મીર ન હોય ? પરંતુ આ તો રાજકોટ નજીક આવેલ લોધીકા તાલુકાના મેટોડા જીઆઇડીસી ઔદ્યોગીક વિસ્‍તારનું ચોમાસાના વરસાદ દરમિયાન રાતૈયા તેમજ આજુબાજુના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં નદી દ્વારા આવતુ કેમિકલ યુક્‍ત પાણી છે. જેના કારણે વર્ષોથી પાકમાં નુકસાની વેઠવી પડે છે અને ચોમાસા દરમિયાન ખેત ઉત્‍પાદનમાં પારાવાર નુકસાન વેઠવું પડે છે. વરસાદ આવતાની સાથે જ આ વિસ્‍તારના ખેડૂતોને કેમિકલયુક્‍ત  ભોગ બનવુ પડે છે. ખેડૂતોની ખુશીઓ ગમમા ફેરવાઈ જાય છે. (તસ્‍વીરઃ અહેવાલઃ ભીખુપરી ગોસાઇ-ખીરસરા)

(11:26 AM IST)