<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st July 2025

ગાંધીધામ-કચ્‍છ ખાતે લીંબડી અજરામર સંપ્રદાયના વિપુલાજી મહાસતીજી કાળધર્મ પામ્‍યા

રાજકોટઃ ગાંધીધામ (કચ્‍છ) ખાતે લીંબડી અજરામર સંપ્રદાયના ઉપાધ્‍યાય પૂ. ભવ્‍યમુનિ મ.સા. એવં પ્રવર્તિની પૂ. અનિલાજી મહાસતીજીના આજ્ઞાનુંવર્તી પૂ. વિપુલાજી મહાસતીજી ૪૭ વર્ષના સંયમ પર્યાય સહિત તા. ૧૯ ના સવારે ૯:૩૦ કલાકે કાળધર્મ પામતા બપોરે ૪ કલાકે જય જય નંદા, જય જય ભદ્રાના જયનાદે પાલખીયાત્રા નીકળી હતી. તેઓ રામવાવ - રાપરવાળા ભચીબેન ગોવિંદજી મહેતા ના પુત્રી હતા.

પૂ. શ્રી ધીરગુરુદેવે ગુણાંજલિ અર્પણ કરેલ.

(11:48 AM IST)