<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st July 2025

ધ્રોલની નુરી સ્‍કૂલઃ હોસ્‍ટેલમાંથી ૧૫ વર્ષના કિશોરનું અપહરણ

ધ્રોલ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટઃ હોસ્‍ટેલમાંથી કોઈ અજાણ્‍યો શખ્‍સ ઉઠાવી ગયાની પોલીસ ફરિયાદ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા.૨૧: ધ્રોલની નુરી સ્‍કૂલ હોસ્‍ટેલ માંથી સાદિક નામના ૧૫ વર્ષના અપહરણ થતા ધ્રોલ પોલીસમાં ફરિયાદ નોંધાય છે.

ધ્રોલ નજીક રાજકોટ હાઇવે પર આવેલા નુરી સ્‍કૂલ હોસ્‍ટેલ માંથી ગત ૧૫ તારીખની રાત્રે આશરે ૧૧ વાગ્‍યાની આસપાસ સાદિક ઈસ્‍માઈલભાઈ બાવલાભાઈ નંગામરા ઉંમર વર્ષ ૧૫ તેવોને નુરી સ્‍કૂલ હોસ્‍ટેલ માંથી કોઈ અજાણ્‍યા ઇસમ અપરણ કરી ગયા ની ધ્રોલ પોલીસમાં તેમના પિતા ઈસ્‍માઈલભાઈ બાવલાભાઇ નંગામરા વાધેર રે.જોડીયા એ ધ્રોલ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી પોલીસે અજાણ્‍યા ઈસમ સામે અપહરણનો ગુનો નોંધી પી.આઈ. એચ.વી રાઠોડે આગળની તપાસ હાથ ધરી.

પોલીસ ફરિયાદ વિગતો અનુસાર  ઈસ્‍માઈલભાઈ બાવલાભાઈ નંગામરા (વાઘેર) ઉ.વ-૬૫ ધંધો-મજુરી રહે-જોડીયા મોટોવાસ, બંદર રોડ તા.જોડીયા જી-જામનગર. ગઈ તા.૧૫/૦૭/૨૦૨૫ ના રોજ રાત્રીના આશરે બારેક વાગ્‍યે મને મારી દિકરી સબીનાબેન રહે.ધ્રોલ વાળાનો ફોન આવેલ અને વાત કરેલ કે અહિ મારા ઘરે ધ્રોલ અમીને શરીયત એજયુકેશન ટ્રસ્‍ટ ધ્રોલ (નુરી સ્‍કુલ) ખાતેથી એક બાપુ આવેલ હતા અને અમોને જાણ કરેલ કે સાદિક ઈસ્‍માઈલભાઈ નંગામરા ઉ.વ.૧૫ વાળો આજરોજ રાત્રીના આશરે અગીયા રેક વાગ્‍યે અહીં હોસ્‍ટેલમાંથી કોઈને કહ્યા વગર જતો રહેલ છે તેવુ જણાવેલ હોય અને ત્‍યારબાદ અમોએ મારા દિકરા સાદીક ધો-૧૦ માં અભ્‍યાસ કરતો સાથે અભ્‍યાસ કરતા છોકરાઓની સાદીક બાબતે પુછપરછ કરેલ તથા અમારા સગા વહાલામાં તપાસ કરતા અત્‍યાર સુધી તે મળી આવેલ નથી. અને આ મારો દિકરો સાદીક ઈસ્‍માઈલભાઈ ગઈ તા.૧૯/૦૭/૨૦૨૨ થી એટલે કે છેલ્લા ત્રણે ક વર્ષથી અમીને શરીયત એજયુકેશન ટ્રસ્‍ટ ધ્રોલ (નુરી સ્‍કુલ) ખાતે હોસ્‍ટેલમાં રહી અભ્‍યાસ કરતો હતો અને આ મારો દિકરો સાદીક ઉ.વ-૧૫ વાળો વાને શ્‍યામવર્ણ જેને શરીરે મહેંદી કલરનો શટૅ તથા સફેદ કલરનુ જીન્‍સનું પેન્‍ટ પહેરેલ હતો જે ની ઉંચાઇ આશરે ૪ ફુટ જેટલી જે આજદીન સુધી મળી આવેલ ન હોય જેથી આ મારા દિકરા સાદીક ઉ.વ-૧૫ વાળાનું કોઈ પણ કારણોસર કોઇ અજાણ્‍યો ઇસમ અપહરણ કરી લઇ ગયેલ હોય જેથી તેની સામે ધોરણસર થવા મારી ફરીયાદ છે અને આ ફરીયાદ મોડી કરવાનું કારણ એવું છે કે અમો આજદિન સુધી મારા દિકરા સાદિક ની શોધખોળ કરતા હોય અને મળી આવેલ ન હોય જેથી આજરોજ ફરીયાદ કરવા આવેલ તેવું પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

(11:53 AM IST)