News of Monday, 21st July 2025
પોરબંદરની મુલાકાતે યુ.પી.વિધાન પરિષદ સંસદીય સમિતિના અધ્યક્ષ સુરેન્દ્રભાઇ
કીર્તીમંદિરે શ્રધ્ધાસમુન અર્પણ કરીને ગાંધીબાપુના સ્મરણોને યાદ કર્યા : રેટીયો કાંત્યો : સુદામા મંદિરે દર્શન કરી ચોર્યાસી પરિક્રમા સ્થળે નિરીક્ષણ કર્યુ

પોરબંદર,તા.૨૧: ઉત્તર પ્રદેશ વિધાન પરિષદની સંસદીય અભ્યાસ સમિતિના સભ્યોએ ઉત્તરપ્રદેશ વિધાનસભા પરિષદની સંસદીય અભ્યાસ સમિતિના અધ્યક્ષ સુરેન્દ્રભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં ગાંધી જન્મભૂમિની મુલાકાત લીધી હતી.
યુ.પી. વિધાન પરિષદ સમિતિના અધ્યક્ષ સુરેન્દ્ર ચૌધરી, સભ્ય સર્વ ઉમેશ દ્વિવેદી,કિરણ પાલ કશ્યપ સહિતનાઓએ પૂજ્ય મહાત્મા ગાંધી બાપુના નિવાસ સ્થાન કીર્તિ મંદિરની મુલાકાત લીધી હતી અને પૂજ્ય બાપુને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતાં.
યુ.પી. વિધાન પરિષદ સમિતિના અધ્યક્ષ સહિતનાઓએ કીર્તિમંદિર ખાતે ગાંધી સ્મળતિ ઘર, ચરખા પોઇન્ટની પણ મુલાકાત લીધી હતી અને પૂજ્ય મહાત્મા ગાંધી બાપુના સ્મરણોને યાદ કર્યા હતાં.અને ત્યારબાદ સુદામા મંદિર ,લખચોરાસી પરિક્રમા સ્થળ મુલાકાત કરી હતી અને પરિક્રમા કરી હતી
ઉત્તર પ્રદેશ વિધાન પરિષદની સંસદીય અભ્યાસ સમિતિએ પોરબંદરની મુલાકાત પહેલા ગાંધીનગર , પાવાગઢ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સોમનાથ સહિતની જગ્યાઓની મુલાકાત લીધી હતી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતળત્વમાં અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતમાં થયેલા વિકાસ કાર્યોની જાણકારી મેળવી હતી
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
