<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st July 2025

વિંછીયાના થોરીયાળી પાસે દારૂ-બિયર ભરેલી કાર રૂરલ એલસીબીએ ઝડપી લીધી

રણજીત ખવડ રે. ગરાંભડી તા. સાયલાની ર.૧૪ લાખના મુદામાલ સાથે ધરપકડ

રાજકોટ તા. ર૧: વિંછીયાના થોરીયાળી ગામ પાસે દારૂ અને બિયર ભરેલી કાર સાથે એક શખ્‍સને રૂરલ એલસીબીએ ઝડપી લીધો હતો. રાજકોટ ગ્રામ્‍ય જિલ્લાના પોલીસ અધિક્ષક હિમકર સીંહ પ્રોહી. તથા જુગારની કાયદેસર પ્રવૃતિઓ નેસ્‍તનાબુદ કરવા સુચના આપેલ હોય જે અન્‍વયે એલ.સી.બી. રાજકોટ ગ્રામ્‍યના પોલીસ ઇન્‍સ્‍પેકટર વી. વી. ઓડેદરા તથા પો. સબ ઇન્‍સ. એચ. સી. ગોહીલના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના માણસો કાર્યરત હતા એ દરમ્‍યાન એ.એસ.આઇ. અમિત કનેરીયા પો. હેડ કોન્‍સ. વાઘાભાઇ આલ, પ્રયણભાઇ સાવરીયા તથા વિજયભાઇ સિંહારને સંયુકત રીતે મળેલ હકિકત આધારે વિંછીયા પો. સ્‍ટે.ના થોરીયાળી ગામથી સમઢીયાળા ગામ તરફ જવાના રસ્‍તેથી દારૂ અને બિયર ભરેલી કાર સાથે (૧) રણજીત અનકભાઇ ખવડ ધંધો મજુરી રહે. ગરાંભડી ગામ દેરી ચોક તા. સાયલા જી. સુરેન્‍દ્રનગરને ઝડપી લીધો હતો જયારે (ર) રામજીભાઇ વિભાભાઇ સરવૈયા રહે. ગરાંભડી તા. સાયલા તથા (૩) ટીના કાઠી રહે. જસદણનું નામ ખુલતા બંન્‍નેની શોધખોળ હાથ ધરાઇ છે.

રૂરલ એલસીબીએ વિદેશી દારૂની બોટલો નંગ-૭ર કિ. રૂ. ૧,૦૦,૮૦૦, બિયર ટીન નંગ-૪૮ કિં. રૂ. ૧૦,પ૬૦, મોબાઇલ ફોન નંગ-૧ કિં. રૂ. ૩૦૦૦ તથા ફોર વ્‍હીલ કાર નંગ-૧ કિ. રૂ. ૧,૦૦,૦૦૦/- મળી કુલ ર,૧૪,૩૬૦નો મુદામાલ કબ્‍જે કર્યો હતો.

(1:26 PM IST)