<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st July 2025

મોરબીમાં સનાળા નજીક નશામાં ધૂત ડમ્‍પર ચાલકે કન્‍ટેનર અને કારને ઉલાળી

તસ્‍વીરમાં બન્ને વાહનોમાં નુકશાન થયું હતું તે નજરે પડે છે.(તસ્‍વીરઃ પ્રવિણ વ્‍યાસ, મોરબી)

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા.૨૧: શનાળા નજીક નશો કરેલ હાલતમાં એક ઇસમ ડમ્‍પર લઈને નીકળ્‍યો હતો જે નશામાં ધુત ડમ્‍પર ચાલકે ટેન્‍કર સાથે અથડાવી નુકશાન કર્યું હતું તેમજ એક ઈનોવા કારણે પણ ઠોકર મારી હતી બનાવમાં કોઈ જાનહાની સર્જાઈ નથી પરંતુ અકસ્‍માતને કારણે ટ્રાફિકજામ સર્જાયો હતો

બનાવની મળતી માહિતી મુજબ ડમ્‍પર જીજે ૩૬ વી ૧૦૧૦ નો ચાલક નશો કરેલ હાલતમાં પુરઝડપે ડમ્‍પર ચલાવી નીકળ્‍યો હતો અને શનાળા ગામ નજીક બ્રીજ ઉતરતા એક કન્‍ટેનરને ટક્કર મારી હતી જેથી કન્‍ટેનરની ડીઝલ ટાંકીમાં નુકશાન થયું હતું બાદમાં ડમ્‍પર ચાલકે એક ઇનોવા કારને ઠોકર મારતા કારમાં નુકશાની થઇ હતી સદનસીબે બે પૈકી એકપણ વાહનચાલકને ઈજા કે જાનહાની થઇ નથી અકસ્‍માતને કારણે લોકોનું ટોળું એકત્ર થયું હતું.

(1:25 PM IST)