News of Monday, 21st July 2025
અમરેલી નાગરિક સહકારી બેંકની ૬૧મી સભા સંપન્ન
ગત વર્ષમાં રૂા.૫૧૩.૭૪ લાખનો નફો સતત ૨૩માં વર્ષે નેટ એન.પી.એ.૦% સભાસદોને મહત્તમ ૧૫% ડિવીડન્ડ રૂા. ૧૯૧૦૪.૭૪ લાખ ડિપોઝીટ અને રૂા. ૧૦૮૦૨.૫૬ લાખ ધિરાણ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી : તા.ર૧, નાગરિક સહકારી બેંક લી. ની ૬૧ મી વાર્ષિક સાધારણ સભામાં મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત બેંકના મેનેજર દિલીપ ધોરાજીયા તથા આસી. મેનેજર સંજય રાજપરાએ કરેલ. ગત વર્ષની પ્રગતિનો અહેવાલ બેંકના ડિરેકટર પી. પી. સોજીત્રાએ આપેલ. ગત વર્ષ તારીખઃ ૩૧-૦૩-૨૦૨૪ ના રોજ બેંકની કુલ થાપણો ઈં ૧૭૮૧૨.૭૭ લાખ હતી જેમાં વર્ષ દરમ્યાન ? ૧૨૯૧.૯૭ લાખનો વધારો થતા તારીખઃ૩૧-૦૩-૨૦૨૫ ના રોજ કુલ થાપણ ઈં ૧૯૧૦૪.૭૪ લાખ થવા પામેલ છે. જેમાં ઓછા વ્યાજદરની થાપણો એટલે કે લો-કોસ્ટ ડિપોઝીટ જેવી કે સેવિંગ, કરન્ટ તથા ડેઈલી રીકરીંગ તારીખઃ ૩૧-૦૩-૨૦૨૪ ના રોજ ? ૫૮૮૫.૩૯ લાખ હતી. જેમાં વર્ષ દરમ્યાન ? ૪૦.૧૨ લાખનો વધારો થતા લો-કોસ્ટ ડિપોઝીટ તારીખઃ ૩૧-૦૩-૨૦૨૫ ના રોજ ઈં ૫૯૨૬.૩૧ લાખ થવા પામેલ છે. તેમજ લો-કોસ્ટ ડિપોઝીટના ખાતાઓ તારીખઃ ૩૧-૦૩-૨૦૨૪ ના રોજ ૨૩૫૩૧ હતી. જેમાં વર્ષ દરમ્યાન ૬૬૪ ના ખાતાનો વધારો થતા તારીખઃ ૩૧-૦૩-૨૦૨૫ ના રોજ ૨૪૧૯૫ ખાતા થવા પામેલ છે. આમ બેંકની લો-કોસ્ટ ડિપોઝીટમાં વર્ષ દરમ્યાન ૩૧.૦૨%નો વધારો થયેલ છે. તેમજ ધિરાણ ર ૧૦૮૦૨.૫૦ લાખ થયેલ છે. રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયા દ્વારા અર્બન કો-ઓપરેટીવ બેંકો માટે CRAR (Capital Fund and Risk Assets Ratio) ન્યુનતમ ૯% નક્કી કરવામાં આવેલ છે. જેનાથી વધુ રાખવામાં આવે તો તે બેંકની સધ્ધરતા વધારે છે તેમ નક્કી થાય. બેંકનો તારીખઃ ૩૧-૦૩-૨૦૨૫ ની સ્થિતીએ CRAR ૨૮.૧% છે. તેમજ ચાલુ વર્ષે બેંકે ઈન્કમટેશ પ્રોવીઝન પહેલાનો નફી રૂ ૫૧૩.૭૪ લાખ કરેલ છે. બેંકે રીકવરી પર પુરતું ધ્યાન આપી બેંકની નફાની પરિસ્થિતી જાળવી રાખી બેંકે તમામ પાસા પર પ્રગતિ કરેલ છે. બેંક દ્વારા દર વર્ષની માફક સભાસદોને મહત્તમ ૧૫૪ ડિવીડન્ડ જાહેર કરવામાં આવેલ છે. રીકવરી ઓફિસરઅજયભાઈ નાકરાણી અને તેમની ટીમે સતત ૨૩ માં વર્ષે પણ બેંકનું નેટ એન.પી.એ. ૦% અને ગ્રોસ એન.પી.એ. ૩,૩૯્રુ જાળવેલ છે. બેંક દ્વારા ICICI Bank Ltd. ની સાથે ટાઈઅપ કરી RuPay પ્લેટફોર્મ દ્વારા ATM cum Debit ર્ઘ્ીશ્વફુ ની સેવા ચાલુ છે. બેંકનું ATM કાર્ડ ભારતભરનાં ATM સેન્ટર ખાતે રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાના વખતો વખતના નિયમોનુસાર માન્ય છે. ઉપરાંત આ RuPay ATM cum Debit Card દ્વારા મોલ, પેટ્રોલપંપ, દુકાનો જેવા વેચાણકેન્દ્રો ઉપરથી પોઈન્ટ ઓફ સેલ (POS) મશીન પર સ્વાઈપ કરી ખરીદી કરી શકાય છે. વધુમાં બેંક દ્વારા મોબાઈલ બેંકીંગ એપ્લીકેશન દ્વારા ઓનલાઈન RTGS, NEFT, IMPS ની સેવા કાર્યરત છે. આગામી સમયમાં BANL (Benificiary Lookup Facility) કાર્યરત કરવામાં આવશે જેના દ્વારા ં ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કરતા પહેલા સામેવાળા વ્યકિતનું નામ તથા એકાઉન્ટ નંબરની ચકાસણી કરી શકશો. તેમજ એસ.એમ. એસ.મીસ્ડ કોલની સુવિધા, અદ્યતન અને અપડેટેડ વેબસાઈટ, સાઈટ, ઈલેકટ્રોનિક ફંડ ટ્રાન્સફર, ફિકસ ફિકસ ડિપોઝિટ ડિપોઝીટ ઓટ રીન્યુઅલ, કવિક સ્ટેટમેન્ટઈ-મેઈલ દ્વારા મેળવવાની સુવિધા વગેરે જેવી સેવાઓ સેવાઓ પુરી પુરી પાડવામાં આવે છે તેમજ ઈ-કોમર્સ સેવા જેવી કે (UPI, GOOGLE PAY), IMPS, ઈન્ટરનેટ બેકીંગ જેવી આધુનિક સેવાઓ કાર્યરત Al કરવામાં આવેલ છે.
છે બેંકના ગ્રાહકોની સુરક્ષા માટે રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયા તરફથી આપેલ માર્ગદર્શન મુજબ Online કરવામાં આવતા વ્યવહારો જેવા કે IMPS, UPI ફ્રોડ થયાની ગ્રાહકને જાણ ગ્રાહકને જાણ થાય તો તાત્કાલીક ગ્રાહક પોતાનું ખાતુ ફ્રીજ કરાવી શકશે તે માટે ગ્રાહકના રજીસ્ટર્ડ મોબાઈલ ઉપર થી (ખાતા નંબરના છેલ્લા છ આંકડા) લખી ૯૦૯૩૧ ૫૧૫૧૫ ઉપર લ્પ્લ્ મોકલવાથી થઈ જશે જે સેવાનો લાભ લેવા માટે અનુરોધ છે.
બેંક ઉપર છેલ્લા ૬૧વર્ષથી જે સભાસદો, વેપારીઓ, ડિપોઝટર, ખેડૂતોએ વિશ્વાસ મુકેલ છે તે વિશ્વાસ બેંકે સતત જાળવી રાખેલ છે.
આ ભગીરથ કાર્ય માટે બેંકના ચેરમેની જયેશભાઈ નાકરાણી, વાઈસ ચેરમેન ભાવિનભાઈ સોજીત્રા, મેનેજીંગ ડિરેક્ટર શૈિલેષભાઈ સંધાણી, બેંકના પુર્વ ચેરમેન અને ડિરેકટરપી. પી. સોજીત્રા તેમજ સમગ્ર બોર્ડ ઓફ ડિરેકટરશ્રીઓ અને બેંકના મેનેજર દિલીપ ધોરાજીયા, આસી. મેનેજર સંજય રાજપરા, રીકવરી ઓફિસર અજય નાકરાણી તથા સમગ્ર સ્ટાફની કાર્યક્ષમ કામગીરીને આભારી છે.(૩પ-૮)
(12:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
