News of Monday, 21st July 2025
ફલ્લા ગામના ડેમ પાસે ૪ લાખનો દારૂ કારમાં લઇ જતા જામનગરનો શખ્સ ઝબ્બે

જામનગર, તા. ર૧: પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ, શ્રી અશોકકુમાર (આઇપીએસ) પ્રોહીબીશન તથા જુગાર ધારા હેઠળના કેસો શોધી કાઢવા જણાવેલ હોય, જેથી જામનગર જીલ્લાના પોલીસ અધીક્ષક શ્રી પ્રેમસુખ ડેલૂ (આઇપીએસ) નાઓએ જામનગર જીલ્લામાં પ્રોહીબીશન તથા જુગાર ધારાના કેસો શોધી કાઢવા સુચના કરતા એલ.સી.બી.ના પોલીસ ઇન્સ.શ્રી વી.એમ.લગારીયા નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. ના પો.સ.ઈ.શ્રી પી.એન.મોરી તથા પો.સ.ઈ.શ્રી સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
એલ.સી.બી. સ્ટાફનાને હકિકત મળેલ કે, બલેનો કાર નંબર જી.જે.૦૧ આરએકસ ૦૮૩૬ માં ધ્રોલ તરફથી ઇંગ્લીશ દારૂનો જથ્થો લઇને જામનગર તરફ આવી રહેલ છે. તે આધારે સોયલ ટોલ નાકે વોચમા હતા દરમ્યાન સદરહુ કાર સોયલ ટોલ નાકા થી પસાર થતા કારનો પીછો કરી,ફલ્લા ગામના ડેમ પાસેથી કાર ચાલકઃ-જીતેન્દ્રભાઇ ઉર્ફે જયલો ટકો જગદીશભાઇ ચાવડા રહે, શંકરટેકરી, ન્યુ જેલ રોડ, જામનગર વાળાને પકડી પાડી તેમના કબ્જાની કારમાથી અલગ અલગ બ્રાન્ડની ઇગ્લીશ દારૂની બોટલો નંગ-૫૨૦, ફોરવ્હલીકાર, મો.ફોન કબ્જે કરી મજકુર આરોપી વિરૂધ્ધ કાર્યવાહી કરેલ છે.
પકડવાના બાકી આરોપીઓમાં (૧) દિપભાઇ અનીલભાઇ સોંદરવા, (૨) પિન્ટુ ઉર્ફે બાઠીયો પરમાર રહે. શંકરટેકરી જામનગર ફરાર છે જયારે કબ્જે કરેલ મુદામાલ ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૫૨૦ કિ.રૂ. ૪,૦૮,૮૦૦/- મોબાઇલ ફોન-૧ કિ.રૂ. ૧૦,૦૦૦/-, બલેનો કાર કિ.રૂ. ૩,૦૦,૦૦૦/- ટોટલ મુદામાલ કુલ રૂ. ૭.૧૮,૮૦૦/- નો છે.
આ કાર્યવાહી પો.ઇન્સ. વી.એમ. લગારીયાના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. પી.એન. મોરી તથા પો.સ.ઇ. સી.એમ.કાંટેલીયા તથા એલ.સી.બી સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, ધનશ્યામભાઇ ડેરવાળીયા, યુવરાજસિંહ ઝાલા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, ભયપાલિહ જાડેજા, ભરતભાઇ ડાંગર, કિશોરભાઇ પરમાર સુમીતભાઇ શીયાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, અરજયભાઇ વીરડા, ધમેન્દ્રસિંહ જાડેજા સુરેશભાઈ માલકીયા, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ધમેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.(
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
