તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st July 2025
જાળીયા ગામે અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કમાં ઘરફોડ ચોરીનો પ્રયાસ કરનાર ત્રણ પરપ્રાંતિય શખ્શો ઝડપાયા

અમરેલી તા.૨૧: તાલુકાના જાળીગા ગામે આવેલ ઘી અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કમાં ગઇ તા.૧૦/૦૭/૨૦૨૫ નાં ે બિલ્ડીંગના પ્રવેશદ્રાર આગળ ફીટ કરેલ લોખંડની ગ્રીલનું તાળુ તોડી રાત્રીના સમયે બેન્કમાં ચોરી કરવાનો પ્રયત્ન કરી ગુનો કરેલ હોય, જે અંગે બેન્કના મેનેજર ભદ્રેશભાઈ જીવરાજભાઇ માલવીયા રહે.મોટા માંડવડા વાળાએ અજાણ્યા ઇસમો વિરૂધ્ધ ફરીયાદ જાહેરકરવામાં આવેલ.
(૧) રાલુ ઉર્ફે રાહુલ સવલસિંહ બામણીયા, ઉ.વ.૩૦, રહે.ઠંડલા, પીપળા ફળીયુ, તા.ઉદેગઢ, જિ.અલીરાજપુર (મધ્યપ્રદેશ) હાલ રહે.નવા ખીજડીયા ગામની સીમ, (૨) રૂપેન્દ્ર ઉર્ફે રૂપેન પ્યારસિંહ ડાવર, ઉ.વ.૨૦, રહે.બૈયડા, બાપદેવ ફળીયા, તા.જોબટ, જિ.અલીરાજપુર (મધ્યપ્રદેશ) હાલ રહે.રાજકોટ, શાપર, રીબડા જી.આઇ.ડી.સી. તા.જિ.રાજકોટ., (૩) હતરસિંહ સબલાસિંહ અજનાર, ઉ.વ.૨૨, રહે.કુંડલવાસ, મોહનીયા ફળીયુ, તા.ઉદેગઢ, જિ.અલીરાજપુર (મધ્યપ્રદેશ)ને પકડી પાડયા છે.
પકડવાના બાકી આરોપી (૧) મલસિંહ નીરભેસિંહ મોહનીયા (મુવેલ) રહે.કુંડલવાસ, મોહનીયા ફળીયુ, તા.જોબટ, જિ.અલીરાજપુર ફરાર છે.
આરોપીઓ પાસેથી એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ - ૨ કિ.રૂ.૧૫,૦૦૦/- તથા એક કીપેઇડ વાળો ગોબાઇલ ફોન કિ.રૂ.૫૦૦/-તથા એક લોખંડના ગણેશીયા જેવો સળીયા કિ.રૂ. ૧૦/- તથા એક હીરો કંપનીનું સ્પ્લેન્ડર મોડલનું મોટર સાયકલ રજી. નંબર MP-69- ZB -1756 કિ.રૂ.૫૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૬૫,૫૧૦/- નો મુદ્દામાલને કરી છે.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકસંજય ખરાત માર્ગદર્શનના હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.વી.એમ.કોલાદરા તથા પો.સ.ઈ. કે.ડી. હડીયા તથા એ.એસ.આઈ. કનાભાઈ સાંખટ, હરેશસિંહ પરમાર તથા હેડ કોન્સ. મનિષભાઈ જાની, મહેશભાઈ મુંધવા, તુષારભાઈ પાંચાણી, અશોકભાઈ કલસરીયા, હરેશભાઇ કુંવારદાસ તથા પો. કોન્સ. રમેશભાઈ સીસરા દ્વારા કરવામાં આવેલ છે
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
