<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st July 2025

કચ્‍છના એએસઆઇ અરૂણા જાદવના મૃતદેહનું જામનગરમાં પીએમ : વતનમાં અંતિમવિધિ

 જામનગરઃ જામનગરમાં સુરેન્‍દ્રનગર જિલ્લાના વતની ASI અરુણા જાદવના મળતદેહને પેનલ પીએમ માટે જામનગર ખસેડવામાં આવ્‍યો હતો. અરુણા જાદવની તેના CRPF માં ફરજ બજાવતા પ્રેમી દિલીપ દ્વારા કોઈ કારણોસર હત્‍યા કરાયા બાદ જામનગર ખાતે પેનલ પીએમ માટે અરુણાના મળતદેહને ખસેડવામાં આવ્‍યો હતો. જ્‍યાં અરુણાના મામા દ્વારા આ અંગે જણાવવામાં આવ્‍યું કે અરુણાની તેના પ્રેમી સાથે સગાઈ કરવા માટે અરુણાના માતા પિતા અને અમે બધા રાજી હતા પરંતુ તેના પ્રેમી દિલીપ અને તેના માતા પિતાને બનેના લગ્ન કરવા અંગે કોઈ વાંધો ન હતો ઉપરાંત અન્‍ય લોકો વાંધો ઉઠાવતા હતા. જેને લઈને આ પગલું દિલીપએ ભર્યું હોવાની અમને આશંકા છે. પરંતુ આ સમગ્ર મામલે પોલીસ તપાસ બાદ જ હત્‍યાનું કારણ બહાર આવશે. જામનગરમાં AsI અરુણાના મળતદેહને પેનલ પીએમ કરી તેમના વતન સુરેન્‍દ્રનગર જીલ્લાના ડેરવાળામાં અંતિમવિધિ માટે મોકલાયો છે. (અહેવાલઃ મુકુંદ બદીયાણી, તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(1:16 PM IST)