તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st July 2025
ખંભાળીયામાં ચીફ ઓફીસર કરમુરે હાજર થઇ કાર્યવાહી શરૂ કરી

ખંભાળીયા, તા., ૨૧ : પાલીકા ચીફ ઓફીસરની લાંબા સમયથી ખાલી પડેલી જગ્યા જે ઇન્ચાર્જોથી ચાલતી હતી. ત્યાં સિક્કાથી પાલીકા ચીફ ઓફીસર રાહુલ કરમુરની નિયુકતી થતા તેમણે ચાર્જ સંભાળીને વિવિધ કામગીરીઓની શરૂઆત કરી છે.
ખંભાળીયા શહેરની પાલીકાને એ ગ્રેડની બનાવતા સ્વર્ણીમ યોજના હેઠળ ૧ર કરોડની ગ્રાંટ ફાળવાઇ હોય રસ્તા રીપેરીંગ, સુંદર શહેર, અમૃત યોજના, વિવિધ યોજનાઓની ગ્રાંટોના કામો ઉપરાંત ખંભાળીયા પાલીકાની તાજેતરમાં મંજુર થયેલ સામાન્ય સતાના વિવિધ વિકાસ કાર્યોના આયોજન કરવાની સાથે ખંભાળીયા શહેરની નજીકના ધરમપુર, રામનગર, શકિતનગર, હર્ષદપુરના વિવિધ વિસ્તારો ખંભાળીયા પાલીકામાં બન્યા હોય નવા વિસ્તારોમાં પાલીકાની વિવિધ સવલતો ડોર ટુ ડોર કરવા કલેકશન, સફાઇ, સ્ટ્રીટ લાઇટ, રોડ-રસ્તા વિ. તથા પાણી પુરવઠા યોજના નળની સગવડતો વધારવા માટે પણ આયોજન હાથ ધર્યુ છે. તથા નવો વિસ્તાર ભળતા નવી વોર્ડ રચના પણ આગામી સમયની ચુંટણી માટે નક્કી કરવાની હોય તે અંગે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
