<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st July 2025

વિસાવદરના ‘આપ’ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો આજે જન્મદિવસ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર, તા.૨૧ઃ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયનો આજે જન્મદિવસ છે. તા.૨૧ જુલાઈ, ૧૯૮૯ના રોજ જન્મેલા ગોપાલ ઇટાલિયાનું બાળપણ ભાવનગરના ઉમરાળાના ટીંબી ગામમાં વીત્યું છે. ગોપાલ ઇટાલિયા ટીંબીને જ પોતાનું ગામ ગણાવે છે. તેમણે રાજનીતિ વિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી મેળવેલી છે. ઍઓ ઍલ.ઍલ.બી. છે અને ઍલ.ઍલ.ઍમ. સુધીનું શિક્ષણ ધરાવે છે. તેઓ ગુજરાત હાઇકોર્ટેના ઍડવોકેટ છે.
પોલીસ કોન્સ્ટેબલથી કારકિર્દી શરૂ કરનાર ગોપાલ ઇટાલિયા મહેસૂલ વિભાગના ક્લાર્ક લઇ અત્યારે ધારાસભ્યના પદ સુધી પહોંચ્યા છે. ભૂતકાળમાં ગુજરાતના ગૃહમંત્રી પર જૂતૂ ફેકવાથી લઇ નાયબ મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત અને વિવાદાસ્પદ ઓડિયો-વીડિયોથી પ્રકાશમાં આવેલા ઈટાલીયાઍ ‘કાયદા કથા’ પણ શરૂ કરેલી... તેઓ આમઆદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે. હાલ રાષ્ટ્રીય કક્ષાઍ જોઈન્ટ સેક્રેટરી છે.
તેઓ વિધાનસભાની કતારગામ બેઠક પરથી પરાજીત થયા હતા, પરંતુ તાજેતરમાં યોજાયેલી સમગ્ર ગુજરાતમાં ધ્યાનાકર્ષક બનેલી વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ૧૭ હજારથી વધુ મતની લીડથી જ્વલંત વિજયી થયેલ છે. તેઓ વિસાવદરથી ચૂંટણી લડયા..જીત્યા અને હાલ સમગ્ર ગુજરાતમાં રાજકીય દ્રષ્ટિઍ ધ્યાનાકર્ષક બન્યા છે... આજે આ કંઈક નોખા-અનોખા-અલગ જ વ્યક્તિત્વ ધરાવતા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો જન્મદિવસ છે ત્યારે સમગ્ર ગુજરાતમાંથી શુભેચ્છાઓનો અવિરત ધોધ છુટ્યો છે. (રર.૧૫)

 

(1:28 PM IST)