<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

સરકારી કચેરીના નામે મોબાઈલ ઉપર apk ફાઈલ આવે તો સાવધાન: આરટીઓ apk ફાઇલ મોકલાવી ૧૦.૮૧ લાખ ઉપાડી લીધા

ઓન લાઈન ચીટરો સામે કડક સજાનો કાયદો જરૂરી, ડિજિટલ ઇન્ડિયામાં નિર્દોષ લોકો ભોગ બની મહેનતના રૂપિયા ગુમાવે છે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૨ :' સરકાર ડિજિટલ ઇન્ડિયાને જે રીતે પ્રોત્સાહન આપે છે એ રીતે ડિજિટલ ચીટરો સામે કડક સજાનો કાયદો કરી સખ્તાઇ દર્શાવે એ જરૂરી છે. કચ્છના અંજારમાં રહેતા અને ગાંધીધામમાં દુકાન ધરાવતા ભાર્ગવ જીતેન્દ્ર રાવલ સરકારી કચેરીના નામે આવેલ મેસેજથી ઓન લાઇન સાઇબર ક્રાઇમનો શિકાર બન્યા હતા. ગત ૧૨/૭ ના ભાર્ગવને અજાણ્યા નંબર ઉપરથી વ્હોટ્સ એપ ઉપર આરટીઓ ટ્રાફિક ચલણ ૫૦૦ apk લખેલી ફાઇલ આવી હતી. આ apk લખેલી ફાઇલ ફ્રોડ હોય છે પણ મોટાભાગના લોકો સરકારી કચેરીના નામના કારણે અને સરકારી લોગોના છેતરાય છે. આ ફાઇલ ભાર્ગવે ડાઉનલોડ કરતા ફાઇલ દ્વારા આધારકાર્ડ, મોબાઇલ નંબર, બેંક ડિટેઇલ્સ, બેંક ખાતાના પાસવર્ડ માંગવામાં આવ્યા હોઈ ભાર્ગવે મોબાઇલમાં જ આ માહિતી ભરી દીધી હતી. બસ તરત જ તેનો મોબાઇલ હેક થઈ ગયો અને બે બેંક ખાતામાંથી ૧૦ લાખ ૮૧ હજાર રૂપિયા ઉપડી ગયા. સાઇબર ઠગોએ સરકારી કચેરીના નામે ઓન લાઇન લૂંટ ચલાવી.આ યુવાને આ અંગે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે apk લખેલી ફાઈલથી સાવધ રહેવા અજાણ્યા શખ્સોને ઓન લાઈન બેંકની વિગતો કે પાસવર્ડ

(9:13 AM IST)