<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

અમૃતસરના સુવર્ણ મંદિર-શ્રી હરમંદિર સાહેબના હેડ ગ્રંથી જ્ઞાની રઘવીરસિંહજીનુ જામનગર આગમન

જામનગર ગુરુદ્વારાના સભ્યો અને શીખ સમાજના આગેવાનો દ્વારા સ્વાગત : ગુરુમુખી ભાષા અભ્યાસ પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓને શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી અને દિલ્હી શિખ ગુરુદ્વારા પ્રબંધક કમિટી તરફથી પ્રમાણપત્ર અને આભારપત્ર એનાયત

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૨ :અમૃતસર સ્થિત શીખ પંથ ના ખાસ પવિત્ર તીર્થ (સુવર્ણ મંદિર) શ્રી હરમંદિર સાહેબ ના હેડ ગ્રંથી જ્ઞાની રઘવીરસિંહજી જામનગર આગમન થયું હતું. 

તેઓ રાજકોટથી બાયરોડ જામનગરના ખીજડીયા આવ્યા હતા અને ત્યાંથી જામનગર ગુરુદ્વારાના સભ્યો અને શીખ સમાજના આગેવાનોએ તેનું સ્વાગત કરી જામનગર ગુરુદ્વારા ખાતે પહોંચ્યા હતા.

     જામનગર ગુરુદ્વારા સિંઘ સભામાં ભવ્ય ધાર્મિક સમારંભ , અમૃતસરના હેડ ગ્રંથિ અને દેશભરના શીખ આગેવાનો અને મોટી સંખ્યામાં શીખ સમાજના લોકો હાજર રહ્યા હતા.

                                 જામનગર શહેર ફરી એક વખત ધાર્મિક ગૌરવનું ગવાખું બન્યું છે. ગઈકાલે 21 જુલાઈ, સોમવારના રોજ રાત્રે 8 વાગ્યાથી 10:30 વાગ્યા સુધી, શ્રી ગુરુ તેગ બહાદુરજીની 350મી શહીદી નિમિત્તે, જામનગર ગુરુદ્વારા સિંઘ સભામાં ભવ્ય ગુરમત સમાગમ યોજવામાં આવ્યું હતું. આ પાવન અવસર પર અમૃતસર સ્થિત શીખ પંથના પવિત્ર તીર્થ શ્રી હરમંદિર સાહેબના હેડ ગ્રંથિ જ્ઞાની રઘવીર સિંઘજી અને હેડ ગ્રંથિ દિલ્હી ગુરુદ્વારા પ્રબંધક કમિટી, ગુરુદ્વારા શ્રી નાનક પ્યાઉં ના જ્ઞાની બચિતરસિંઘ જી, જ્ઞાની હરબંસ સિંઘ તરનતારન વાલે તથા સરદાર રામસિંઘ રાઠોડ (ઇન્ચાર્જ: શીખ મિશન ગુજરાત, કર્ણાટક, ગોવા) અને પરમજીત કૌર છાબડા  ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ ના ડાયરેક્ટર પણ આ સમાગભમાં ઉપસ્થિત રહ્યા હતા.    

                                                                   કાર્યક્રમ દરમિયાન ગુરુમુખી ભાષા અભ્યાસ પૂર્ણ કરેલ વિદ્યાર્થીઓ માટે ખાસ સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી અને દિલ્હી શિખ ગુરુદ્વારા પ્રબંધક કમિટી તરફથી પ્રમાણપત્ર અને આભારપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.

                                                                           આ સમારંભ માં શ્રી હરમંદિર સાહેબના હઝૂરી રાગી ભાઈ સુખજીતસિંઘ દ્વારા શબદ કીર્તન કરવામા આવ્યું અને જ્ઞાની બચીતર સિંઘ કથા અને ગુરમત વિચાર કર્યું. જેમાં મોટી સંખ્યામાં લોકો આ ધાર્મિક સભારંભ લાભ લીધો હતો. આ કાર્યક્રમ બાદ ગુરુદ્વારા ખાતે ગુરુકા લંગર નું આયોજન કરવામાં આવ્યું હતું. (તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)


 

(10:47 AM IST)