<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

વઢવાણ પાસે ત્રણ વાહનોને ટક્કર મારી કાર મુકીને ફરારઃ વિજપોલ પણ તોડી નાખ્‍યા!

નબીરાઓએ સર્જેલો અકસ્‍માતઃ મોડી રાત્રે બનેલી ઘટનાઃ રફતાર ઉપર લગામ લગાવી જરૂરીઃ એક સપ્‍તાહમાં બીજો બનાવ

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.ર૨: રાજ્‍યમાં માર્ગ અકસ્‍માતની દુર્ઘટનાઓ અટકવાનું નામ જ નથી લેતી, આવી જ એક દુર્ઘટના સુરેન્‍દ્રનગરમાં સામે આવી છે. વઢવાણ હાઈવે પર નબીરાએ બેફામ કાર ચલાવીને ત્રણ વાહનોને ટક્કર મારી હતી. બી ડિવિઝન પોલીસ મથકથી માત્ર ૨૦૦ મીટરની ત્રિજ્‍યામાં જ આ નબીરાએ અકસ્‍માત સર્જયો છે અને વીજળીના થાંભલાઓ પણ પાડી દેવામાં આવ્‍યા છે ત્‍યારે અનેક વાહન ચાલકો આ અકસ્‍માત જોતા તેમના હૃદય પણ ધબકવા લાગ્‍યા હતા અને અકસ્‍માત સર્જી અને કાર નો ચાલક કાર ઉંધી પડીે હોવા છતાં પણ બહાર નીકળી અને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો જ્‍યારે આગળની બંને કારના ચાલકોનો પણ બચાવ થયો હતો પરંતુ આ નબીરાએ ત્રણ વાહનોને હડફેટે લઈ નુકસાન પહોંચાડ્‍યું છે અને પોલ પણ પાડી દેવામાં આવ્‍યા છે.

આ ઘટના અંગેની જાણકારી મળતાની સાથે જ બી ડિવિઝન પોલીસ દોડી આવી હતી પરંતુ કારનો ચાલક જ કાર મૂકી અને ફરાર થઈ ગયો હતો. આ ઘટના મધ્‍યરાત્રીના બની છે જ્‍યારે એક જ સપ્તાહમાં આ રોડ ઉપર બીજી ઘટના બની છે. વાહનો બેફામ રીતે ચલાવવામાં આવે છે. એસઓજી પોલીસની ટીમ પણ ઘટના સ્‍થળે પહોંચી હતી અને પીઆઇ અને પીએસઆઇ શીંગરીચિયા સહિતના સ્‍ટાફ તપાસ અને કાર ચાલક કોણ છે કયાંનો છે? જ્‍યારે એવું પણ લોકોમાં ચર્ચા છે કે જ્‍યારે આવા નબીરાઓ અકસ્‍માત સર્જે છે ત્‍યારે નશાની હાલતમાં કાર ચલાવતા હોય છે. કયારેક આકસ્‍માત મોટી દુર્ઘટના પણ સાબિત થઈ શકે છે ત્‍યારે તંત્ર દ્વારા આવા નબીરાઓને જ્‍યાંથી પસાર થતા હોય ત્‍યાં જ રોકી અને તપાસ હાથ ધરવી જોઈએ ચર્ચાનો વિષય બન્‍યો છે.

બેફામ કાર ચાલકે વીજપોલને પણ તોડી પાડ્‍યો હતો. જોકે ગંભીર અકસ્‍માતમાં સદનસીબે જાનહાની ટળી હતી. ઉલ્લેખનીય છે કે અકસ્‍માત એટલો ગંભીર હતો કે જે કારે અકસ્‍માત સર્જયો હતો તે પલ્‍ટી ખાઈ ગઈ હતી. આ કાર ચાલક કોણ હતો તે હજું સામે આવ્‍યું નથી. અકસ્‍માતનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી.

(10:59 AM IST)