હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગોંડલઃ બળાત્કારના ગુનામાં પકડાયેલ આરોપીને ૧૦ વર્ષની સજા ફરમાવતી કોર્ટ

ગોંડલ તા. રરઃ શાપર વેરાવળ વિસ્તારમાં રહેતી ભોગબનનાર યુવતિ ઉ.વ.૨૦ વાળી સાથે બળાત્કારના ગુનામાં પકડાયેલ આરોપીને અદાલતે ૧૦ વર્ષની સજા ફટકારી હતી.
આ અંગે ભોગબનનારે શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં આરોપી સામે પોલીસ ફરીયાદ કરેલ ત્યારબાદ પોલીસે આઈ.પી.સી.કલમ-૩૭૬ વિગેરે કલમનો ગુન્હો દાખલ કરી આ ગુન્હાની તપાસ નાયબ પો.અધિ. કે.જી.ઝાલાએ કરેલ અને આરોપીની ધરપકડ કરેલ અને કોર્ટમાં પોલીસ તપાસના અંતે ચાર્જશીટ કરેલ હતું. ત્યારબાદ સરકારી વકીલ ઘનશ્યામ કે. ડોબરીયા દ્રારા દસ્તાવેજી પુરાવા લિસ્ટ રજુ થયેલ અને કોર્ટમાં ભોગબનનારની જુબાની તથા દસ્તાવેજી પુરાવા તથા માતાની જુબાની ધ્યાને લઈ તથા સરકારી વકીલશ્રી ઘનશ્યામ ડોબરીયાની દલીલો ધ્યાને રાખી આરોપીને ગોંડલના સેશન્સ જજશ્રી એમ.એ.ભટ્ટીએ ૧૦ વર્ષની કેદની સજા ફરમાવેલ છે. આ કામમાં સરકાર તરફે સરાકારી વકીલ શ્રી ઘનશ્યામ કે.ડોબરીયા રોકાયેલ હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
