News of Tuesday, 22nd July 2025
વાંકાનેર-ચોટીલા તાલુકાને લાગુ મચ્છુ-૧ ત્રિવેણી ઠાંગા સિંચાઈ માટે રૂા.૨૫૪ કરોડની યોજના મંજુર
પછાત ગણાતા ઠાંગા પંથકમાં યોજના થકી વાંકાનેર-ચોટીલા તાલુકાના ૨૦ ગામોની ૧૩૪૫૦ એકર જમીન અને ૧૭૦૦ ખેડતોને સિંચાઈના પાણીની સુવિધાનો લાભ મળશેઃ કુંવરજીભાઈ બાવળીયા યોજના માટે ત્રણ પંપીંગ સ્ટેશનો બનાવાશે જે પૈકી પ્રથમ પંપીંગ સ્ટેશન વાકાનેરના ઘીયાવાડ, બીજુ વાંકાનેરના ભલગામ અને ત્રીજૂ પંપીંગ સ્ટેશન ચોટીલાના કાળાસર ખાતે તૈયાર થશે

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર, તા.૨૨: પછાત ગણાતા ઠાંઞા પંથક માટે મચ્છુ-૧ ત્રીવેણી ઠાંગા સિંચાઈ યોજના અંતર્ગત વાંકાનેર અને ચોટીલા તાલુકાના વિવિધ ગામોને સૌની યોજના લીંકપ્ર૩ માંથી નર્મદા આધારીત પાણીનો લાભ આગામી દિવસોમાં મળતો થશે તેવુ પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યુ હતુ.
ઠાંગા વિસ્તારનો આ સૌ પ્રથમ ડેમોને જોડી સિંચાઈ માટે પાણી ભરવાનો માસ્ટર પ્લાન હશે જેનાથી ડેમોને નવીનીકરણ સાથે જોડવાની આ યોજના મહત્વની બની રહેશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દરેક ગામને પાણી પહોંચાડવાના સંકલ્પને પરિપૂર્ણ કરવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સિંચાઈ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ આ માસ્ટર પ્લાન તૈયાર કરાવી અમલમાં મૂકી આ યોજના અંતગત પાઈપલાઈન નેટવર્કમાં મેઈન તથા ફિડર પાઈપલાઈન થકી ૨૦ ગામોને લાભકર્તા કુલ ૧૧ જળષાોતોને સાંકળવા માટેના કામને વહીવટી મંજૂરી આપેલ છે.
કુંવરજીભાઇએ આ યોજના અંઞે જણાવ્યુ હતુ કે આ પાઈપલાઈન નેટવર્કમાં મેઈન તથા ફિડર પાઈપલાઈન થકી કુલ ૨૦ જળષાોતોને સાંકળવા માટેના કામને સિંચાઈ વિભાગ તરફથી રૂા.૨૫૪.૦૦ કરોડના કામોને વહીવટી મંજુરી આપવામાં આવી છે.
આ યોજનાની વિગતવાર માહીતી આપતા કુંવરજીભાઈએ જણાવ્યુ હતુ કે આ યોજના થકી કુલ ૨૦ જળષાોત પૈકી ૧૧ જેટલી નાની સિંચાઈ યોજના થકી વાંકાનેરના જાલીડા, મેસરીયા, ઠીકરીયાળી ચોટીલા તાલુકાના મોલડી, ઝીંઝુડા, ચાણપા, ભીમગઢ, કુંઢડા, પાંચવડા, ત્રિવેણી ઠાંગા, ગુંદા ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ યોજનામાં મચ્છુપ્ર૧ થી ત્રિવેણીઠાંગા જળાશયને જોડવા માટે વાંકાનેર તાલુકાના ત્રણ ગામો અને ચોટીલા તાલુકાના ૧૭ તળાવો,સિમતળાવ અને ચેકડેમને ભરવા માટે નર્મદાના દશ લાખ ઘન ફુટ પાણીના જથ્થાને મંજુર કરવામાં આવ્યો છે.
યોજના માટે તૈયાર થનાર ત્રણ પંપ્પીંગ સ્ટેશનોમાં મોરબીના વાંકાનેર તાલુકાના ધીયાવડ ગામે આવેલ હયાત લીંક ૩ પેકેજ ૪ અને પેકેજ-૬ ના પંપ્પીંગ સ્ટેશનની હયાત જમીનમાં બનવવામાં આવશે જેનો એક પંપનો ડીસ્ચાર્જ અંદાજે ૪૨૪૮૩ હજાર લીટર પ્રતિ મિનિટ તથા પંમ્પીંગ હેડ ૧૨૩ મીટર છે, બીજા પમ્પીંગ સ્ટેશન વાંકાનેરના ભલગામ ગામના સરકારી ખરાબામાં બનાવવામાં આવશે જેનો એક પંમ્પનો ડિસ્ચાર્જ ૪૧૬૩૩ લીટર પ્રતિ મિનિટ તથા પમ્પીંગ હેડ ૮૧ મીટર અને ત્રીજુ પમ્પીંગ સ્ટેશન ચોટીલા તાલુકાના કાળાસર ખાતે તૈયાર થશે જેનો એક પંપનો ડિસ્ચાર્જ ૧૮૨૬૬ લીટર પ્રતિ મિનિટ તથા પંપ્પીંગ હેડ ૪૮ મીટરનો છે અને આ યોજનામાં અલગ અલગ કેપેસીટીના કુલ ૧૩ પંપ મુકવામાં આવશે.
આ યોજના હેઠળ વાંકાનેર તાલુકાના જાલીડા, મેસરીયા, ઠીકરીયાળા અને ચોટીલા તાલુકાના ચાણપા, ભીમીગઢ, મોલડી, જીંજુડા, કાળાસર ખેરડી, લાખચોકીયા, કુંઢડા, રેશમીયા, પાંચવડા, ત્રંબોડા, રાજપરા, ચીરોડા, કાબરણ, ત્રિવેણીઠાંગા, ગુંદા, ફુલઝર, સાલખડા નાની સિંચાઈ યોજનાનો લાભછેવાડાના પછાત ગામોના ખાતેદાર ખેડુતોને આગામી સમયમાં મળશે.
આ યોજનામાં કુલ ૭૮૮૫૦ મીટરની લંબાઈમાં પાઈપલાઈન નાખવામાં આવશે જેનાથી ૧૩૪૪૫ એકર જમીન અને ૧૭૦૦ જેટલા ખેડુતોને સિંચાઈ યોજનાના પાણીની સુવિધા સુદ્રઢ થશે આ યોજના પરિપુર્ણ કરવામાં રૂા.૨૫૪ કરોડના ખર્ચ નિર્માણ પામશે.
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
