<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

વેરાવળ પાટણ ભાજપ મહિલા મોરચા દ્વારા વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીને રાખડીઓ મોકલાઇ

 

(રામસિંહ મોરી દ્વારા) સુત્રાપાડાઃ વેરાવળ પાટણ શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ  ઉષાબેન કુસકીયા તથા તેમની ટીમ દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીને  રાખડી મોકલેલ તે પહેલા ડો. આંબેડકરની પ્રતિમાને ફુલ હાર પહેરાવી અને રાખડી અર્પણ કરેલ. તેઓ મહિલાઓના મુક્‍તિ દાતા છે. આવીજ રીતે  વડાપ્રધાન એ બાળકીના જન્‍મથી મરણ સુધીની અનેક યોજનાઓ લાવી અને બહેનોને સશક્‍ત બનાવેલ છે અને મોદીનું દિર્ઘાયુષ્‍ય બક્ષે એવા આશિષો સાથે રાખડીઓ મોકલેલ જેમાં મહામંત્રી સવિતાબેન મહેતા, ભાનુબેન તોતીયા, મમતાબેન મિશ્રા, વિજાયાબેન ડોડીયા,આરતીબેન વણિક, ચંદ્રિકાબેન નિમાવત, કિરણબેન વઢવાણ, પાર્વતીબેન મહતો, નાથીમાં છેલાણા, જ્‍યોત્‍સનાબેન ટાંક, રેખાબેન કવા, શાંતાબેન પંડીયા, ચંદ્રિકાબેન માવદીયા, જનકબા, ધનકુવરબેન, રેવંતીદેવી વિગેરે બહેનો ઉપસ્‍થિત રહેલ ત્‍યારની તસવીર

(11:27 AM IST)