હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બાંધકામની ગતિ દર્શાવે છે કે શિફાને મળતો કચ્છનો સંગઠિત સહકાર
મરકઝ નોલેજ સિટીના મેનેજિંગ ડાયરેકટર ડો. અઝહરીએ શિફાના ભાવિ આયોજન માટે ટ્રસ્ટીઓ સાથે વિચાર-વિમર્શ કર્યો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા. રરઃ ભારતના વરિષ્ઠ મુકતી શેખ અબૂબકર અહમદના પુત્ર અને કેરળમાં કેલિકટ થી ૪૦ કિ.મી. ના અંતરે ૧૨૫ એકર જમીનમાં પથરાયેલ મરફઝ નોલેજ સેન્ટરના મેનેજિંગ ડાયરેકટર ડો. મુહમ્મદ અબ્દુલહકીમ અઝહરી તા. ૧૫-૭ ના મુસ્લિમ શિફા મેડિકલ ટ્રસ્ટ સંચાલિત કચ્છ મુસ્લિમ શિફા હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને ભાવિ આયોજન અંગે ટ્રસ્ટીઓ સાથે ચર્ચા-વિચારણા કરી હતી.
ડો. અઝહરીએ કહ્યું હતું કે માત્ર ૨૦ માસના ટુંકા ગાળામાં આટલો વિશાળ બાંધકામ પૂર્ણતાના આરે પહોંચ્યો છે તે દર્શાવે છે કે સમગ્ર કચ્છનો સંગઠિત સાથ-સહકાર શિફા હોસ્પિટલને મળી રહ્યો છે, તેમણે શિફા હોસ્પિટલનું વૈભવ કચ્છને છાજે એવું છે અને ઈન્શાઅલ્લાહ તેનું સંચાલન પણ કચ્છને છાજે તેવું રહેશે. ગરીબ દર્દીને પોસાય તેવી તબીબી સુવિધા અને અમીર વ્યક્તિને જોઈતી લકઝીરીયસ સુવિધા વચ્ચે સંતુલન જાળ વવાની ભલામણ ડો. અઝહરીએ કરી હતી.
ટ્રસ્ટી સૈયદ હાજીકાસમશા હાજીઅહમદશાએ તિલાવતે ર્કુઆન કરી હતી. ટ્રસ્ટના પ્રમુખ હાજીઆદમ ચાકીએ મેડિકલ પ્લાનિંગ કન્સલટન્ટ અને માનદ્ આર્કિટેક્ટ દ્વારા થયેલ મેનેજમેન્ટ પ્રેઝેન્ટેશન રજૂ કર્યો હતો. ઉપપ્રમુખ હાજીયુસુફ ખત્રીએ મોબાઈલ કિક્લનિકની સેવાઓ અંગે વિગતો આપી હતી. મંત્રી યુસુફ એ. જતે ઉપસ્થિત ટ્રસ્ટીઓ-સલાહકાર સદસ્યોનો પરિચય આપ્યો હતો.
આ પ્રસંગે મંત્રી ઈસ્માઈલ એ. સોનેજી, ટ્રસ્ટીઓ સોનારા હાજીયાકુબ, એડવોકેટ સાજિદ માણેક, મૌલાના ઈલ્યાસ ફલાહી, ત્રાયા હાજીસિદ્દીક હાજીસુલેમાન, ખત્રી હાજીઅબ્દુલરશીદ, સલાહકારો સીએ ઝહીર મેમણ, આર્કિટેક્ટ ફૈસલ ખત્રી, કાનૂની સલાહકાર એડવોકેટ હનીફ ચાકી, મોબાઈલ ક્લિનિક ઈન્ચાર્જ હાજીઈશાક હિંગોરા, માનદ્ મેનેજર હાજીઈબ્રાહીમ જત, સોશ્યલ મીડિયા ઈન્ચાર્જ હાજીસિકંદર ચાકી, રોશન ચાકી, ઝાહિદ કાનિયા, ઓફિસ મેનેજર મજીદખાન પઠાણ, ફવાઝ નૂરાની (ડો. અઝહરીના સચિવ), ડો. ઉર્વસ (ઈમ્તિબિશ ફાર્મા. યુનિટના વડા), સાજિદભાઈ (મરકઝ સ્કૂલ નેટવર્કના રાષ્ટ્રીય સંયોજક), બશીર નિઝામી (ડાયરેકટર- AILT ગ્લોબલ એકેડેમી-રાજકોટ) ઉપસ્થિત રહ્યા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
