<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

જામજોધપુરના ધુનડા સતપુરણધામ આશ્રમની મુલાકાત લેતા આઇશ્રી રૂપલમાં

 

જુનાગઢઃ વિસાવદર તાલુકા રામપરા (પ્રેમપરા) ગામે આવેલ આઇશ્રી રૂપલધામના પૂ. રૂપલમાં ધનુડાના સતપુરણ ધામ આશ્રમની મુલાકાતે આવેલ હતા દરમ્‍યાન પૂ. રૂપલમાંનું સાલ ઓઢાડી ચાંદલો કરી આશ્રમના વ્‍યવસ્‍થાપક હસમુખભાઇ શીલુએ સ્‍વાગત કર્યુ હતુ અને પૂ. જેન્‍તિરામબાપાએ ગુરૂગીતા અર્પણ કર્યા હતા અને આ મુલાકાત દરમ્‍યાન આઇશ્રી રૂપલમાંએ પૂ. બાપાને જણાવેલ કે કેટલા દિવસોથી અહી આવવાની ઇચ્‍છા હતી આજ આવવાનું થતા ખુબ રાજીપો વ્‍યકત કરૂ છું અને આશ્રમ દ્વારા સેવાકીય પ્રવૃતિની સરાહના કરી હતી. આ તકે કિરીટભાઇ શીલુ, હિતેષ શીલુ, જયવીન ભાવેશભાઇ શીલુ અને સેવક પરિવાર ઉપસ્‍થિત રહેલ. (અહેવાલઃ વિનુ જોષી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(11:38 AM IST)