<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

તળાજા-૩, ઘોઘા-મોટા વડાળામાં દોઢ, સુરેન્‍દ્રનગરમાં ૧ ઇંચ વરસાદ

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં વાદળછાંયુ વાતાવરણ યથાવતઃ કયાંક હળવો તો કયાંક ભારે વરસતો વરસાદ

રાજકોટ તા. રર :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં હળવો ભારે વરસાદ વરસી રહ્યો છે. ભાવનગરના તળાજામાં ૩, ઘોઘામાં દોઢ, જામનગરના મોટા વડાળામાં દોઢ, સુરેન્‍દ્રનગરમાં ૧ ઇંચ વરસાદ વરસ્‍યો છે.

ભાવનગર

(મેઘના વિપુલ હીરાણી) ભાવનગર :..  ભાવનગર જિલ્લામાં  વરસાદી માહોલ ઊભો થયો છે. છેલ્લા કેટલા દિવસના વિરામ બાદ ફરી વરસાદનો નવો રાઉન્‍ડ શરૂ થયો છે. આજે તળાજામાં બપોરે ધોધમાર ત્રણ ઇંચ  વરસાદ ખાબકયો હતો. ઘોઘામાં દોઢ જ વરસાદ પડ્‍યો છે. જ્‍યારે અન્‍ય તાલુકામાં પણ અડધાથી પોણો ઇંચ વરસાદ પડ્‍યો છે .

ગોહિલવાડ પંથકમાં આજે તળાજામાં મેઘરાજા મન મૂકીને વરસ્‍યા હતા. ત્રણ ઈચ  વરસાદથી ઠેર ઠેર માર્ગો માં પાણી વહેતા થયા હતા.

આજે સાંજના ૬ વાગ્‍યા સુધીમાં ભાવનગર જિલ્લામાં વલભીપુરમાં ૧૨ , ઉમરાળા ૧૩,ભાવનગર શહેર ૨, ઘોઘા ૩૨, સિહોર ૧૬, ગારીયાધાર ૩, પાલીતાણા ૫ અને સિહોર માં ૭૫  મી.મી. વરસાદ નોંધાયો છે.

આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન ૩૨.૭ ડિગ્રી નોંધાયું હતું.જ્‍યારે લઘુતમ તાપમાન ૨૭.૪ ડિગ્રી રહેવા પામ્‍યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૫ ટકા રહ્યું હતું. જ્‍યારે પવનની ઝડપ ૧૨ કિ.મી. પ્રતિ કલાકની રહી હતી.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : જામનગર જીલ્લાનાં કાલાવડ તાલુકાના મોટા વડાળામાં દોઢ ઇંચ, ખરેડીમાં સવા ઇંચ તથા નિકાવા, નવાગામમાં પોણો અને ભલસાણ બેરાજામાં અડધો ઇંચ વરસાદ પડયો છે. જયારે પરડવામાં પોણો ઇંચ વરસાદ થયો છે.

આ ઉપરાંત કાલાવડ અને લાલપુરમાં અડધો ઇંચ તથા જામનગર અને જામજોધપુરમાં ઝાપટા પડયા છે.

ઉપલેટા

(કૃષ્‍ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા :..  ઉપલેટા ગ્રામ્‍યમાં બે થી ત્રણ જોરદાર વરસાદ ઉપલેટા તાલુકાની ના ભાયાવદર નવા કલારીયા ભાખ તથા ખીરસરા ઘેટીયા ગામોમાં બે થી ત્રણ દિવસ વરસાદ પડેલ છે તાલુકાના મોજ ડેમ ઉપર ૫૦મી મી વરસાદ નોંધાયેલ છે ડેમની સપાટી ૩૭.૭૦ હતી જે વધીને ૩૮.૩૦ થયેલ છે જ્‍યારે તાલુકાના વેણુ ૨ ડેમ હાલ ઓવરફલો છે એક પાર્ટી એક ફૂટ ખોલવામાં આવેલ છે ઉપલેટા સિટીનો ત્રણ મીમી વરસાદ નોંધાયેલ હતો.

સુરેન્‍દ્રનગર

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ :.. સુરેન્‍દ્રનગર જિલ્લામાં  દિવસની શરૂઆત આકરા તડકા બફારા અને વાદળછાયા વાતાવરણ વચ્‍ચે થઇ હતી. જેમાં મોડી સાંજે સુરેન્‍દ્રનગરમાં ૧ ઇંચ અને મૂળી, સાયલામાં ઝરમર વરસાદ થયો હતો. જ્‍યારે અન્‍ય તાલુકા કોરા રહ્યા હતા. સોમવારે લઘુતમ તાપમાન ૨૭ અને મહત્તમ ૩૪.૩ ડિગ્રી નોંધાયું હતું. સોમવારે પણ સવારથી શરૂઆત વાદળછાયા વાતાવરણ વચ્‍ચે થઇ પરંતુ વરસાદ થયો ન હતો.

પરંત સમી સાંજે વાતાવરણમાં પલટા સાથે ૧ કલાકમાં ૧ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. રાત્રી ૮ સુધીમાં વઢવાણમાં ૨૩, મૂળીમાં ૫, સાયલામા ૬ મીમી વરસાદ નોંધાયો હતો. જ્‍યારે અન્‍ય તાલુકા કોરા રહ્યા હતા. સોમવારે લઘુતમ તાપમાન લઘુતમ તાપમાન ૨૭ અને મહત્તમ ૩૪.૩ ડિગ્રી નોંધાયું જ્‍યારે ૮ કિમી અને હવામાં ભેજ ૮૯ ટકા નોંધાયો હતો. જેમાં લોકોએ સવારથી સાંજ સુધીમાં ૭.૩ ડિગ્રી તાપમાન ફેરફાર અનુભવ્‍યો હતો.

(11:45 AM IST)