હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 22nd July 2025
વાંકાનેર પાલિકા દ્વારા એક રસ્તા ઉપરના ખાડા બુરીને કામગીરી બંધ?

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા.૨૨: શહેરના રસ્તાઓ બનાવવા,ખાડા બુરવા સહિત નગરજનો જે બાબતોથી ત્રસ્ત હતા તેને વાચા આપવા આંદોલન-ચકકાજામનો કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં પોલીસે પાંચથી સાત કોર્પોરેટર અને માજી કોર્પોરેટરોની અટકાયત કરી હતી. બાદમાં કોંગ્રેસ અ્ગરણીઓ અને ડીસી તથા મામલતદારશ્રીની હાજરીમાં આ રોડ રસ્તાના ખાડાઓ હાલમાં બુરી દેવાશે અને ચોમાસા બદા રસ્તાના કામો શરૂ કરાશે તેવી ખાત્રી અપાઇ હતી.
ખાડાઓ બુરવાની કામગીરી પણ આરંભાઇ પણ માત્ર એક રસ્તાના ખાડો બુરીને કામગીરી બંધ કરી દેવાઇ છે. એથી વિપરીત લોકોનું ધ્યાન અન્યત્ર કેન્દ્રિત કરવા દબાણો હટાવવા અંગેની ભરચોમાસે પાલીકા દ્વારા નોટીસીો પાઠવવામાં આવી રહી છે. (૩.૭)
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
