<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

ગોંડલમાં આ વખતે ૧૪ ઓગસ્‍ટથી ૭ દિવસ જન્‍માષ્‍ટમી લોકમેળો

સંગ્રામસિંહ હાઈસ્‍કૂલના મેદાનની અપસેટ પ્રાઈઝ ૫૧ લાખ મુકાઈ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૨૨: ગોંડલ નગરપાલિકા દ્વારા સંગ્રામસિંહ હાઈસ્‍કૂલનાં મેદાનમાં પ્રતિવર્ષ ભાતીગળ લોકમેળો યોજાય છે. ગોંડલ શહેર ઉપરાંત તાલુકાનાં ગામડા અને કોટડા સાંગાણી, વિંછીયા સહિત વિસ્‍તારનાં લોકો મેળાનો આનંદ માણતા હોય છે. ત્‍યારે ચાલુ વર્ષે પણ જન્‍માષ્ટમીનાં તહેવારમાં નગરપાલિકા દ્વારા લોકમેળાનું આયોજન મેળાકમીટી દ્વારા નક્કી કરાયુ છે.

નગરપાલિકા કચેરીમાં કારોબારી ચેરમેન ક્રિપાલસિંહ જાડેજાનાં અધ્‍યક્ષસ્‍થાને મળેલી બેઠકમાં પ્રમુખ અશ્વિનભાઈ રૈયાણી, ચીફ ઓફિસર અヘીનભાઇ વ્‍યાસ, મેળાકમીટીનાં સદસ્‍યો ચંદુભાઈ ડાભી, અર્પણાબેન આચાર્ય, કૌશિકભાઈ પડારીયા, રુષિરાજસિંહ જાડેજા, આસીફભાઈ ઝકરીયા, અヘીનભાઇ પાંચાણી, નિલેશભાઈ કાપડીયા અને હંસાબેન માધડ ઉપસ્‍થિત રહી લોકમેળો તા.૧૪/૮ થી તા.૨૦/૮ દરમ્‍યાન સાત દિવસ યોજવાનું નક્કી કરાયુ હતું. જેમાં હાઈસ્‍કૂલનાં ગ્રાઉન્‍ડની અપસેટ પ્રાઇઝ રુ.૫૧ લાખ રખાઇ છે. ઓનલાઇન ટેન્‍ડર પધ્‍ધતિ દ્વારા ટેન્‍ડર ભરી શકાશે.

ઉપરાંત સાત દિવસનાં લોકમેળામાં મેઇન સ્‍ટેજ પરથી ભજન, ડાયરો, મ્‍યુઝિકલ શો સહિત રંગારંગ કાર્યક્રમોનું આયોજન નક્કી કરાયુ છે. લોકમેળા અંગે તમામ જવાબદારી મેળાકમીટીની રહેશે તેવુ ઠરાવાયું છે.

(12:12 PM IST)