News of Tuesday, 22nd July 2025
શાપર-વેરાવળ અને ભાયાવદરના મોટી પાનેલી ગામે જૂગારના દરોડાઃ ૧૧ પકડાયા

તસ્વીરમાં શાપર-વેરાવળમાં જૂગાર રમતા પકડાયેલ શખ્સો નજરે પડે છે.
રાજકોટ તા. રર :.. શાપર-વેરાવળ અને ભાયાવદરના મોટી પાનેલી ગામે જૂગાર રમતા ૧૧ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતાં.
પ્રથમ દરોડામાં શાપર (વે.) પોલીસ સ્ટેશનના પો. ઇ. આર. બી. રાણાની રાહબરી હેઠળ સર્વેલન્સ સ્કોડના માણસો પો. સ્ટે. વિસ્તારમાં પ્રોહી-જૂગાર ડ્રાઇવ અનુસભાને પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન વેરાવળ શાપર હાઉસિંગ બોર્ડની સોસાયટી અંદર જાહેરમાં જૂગાર રમતા (૧) વલીમામદ હાસમભાઇ નોઇડા રહે. રાજકોટ, રસુલપરા શેરી નં. ૭, (ર) યુસુફ હુસેનભાઇ ઠેબા રહે. વેરાવળ(શા.) સર્વોદય સોસાયટી શેરી નં. ૭, (૩) અલારખા હુસેનભાઇ હાલા રહે. રાજકોટ કોઠારીયા સોલવંટ રસુલપરા મસ્જીદની પાછળ, રાજકોટ, (૪)રફીક હુસેનભાઇ દલ રહે. રાજકોટ ૧પ૦ રીંગ રોડ, બાલાજી હોલ પાછળ રાજકોટ તથા (પ) ફીરોજ ઇસ્માઇલભાઇ ઠેબા રે. વેરાવળ (શાપર) ગામે સર્વોદય સોસાયટી તથા ગંજીપતા સાથે ઝડપી લીધા હતાં.
આ કામગીરી શાપર-વેરાવળ પો. સ્ટે. ના એ. એસ. આઇ. દિવ્યરાજસિંહ સરવૈયા, પો. હે. કો. રાજેશભાઇ બાયલ, દિનેશભાઇ ખાટરીયા, તો. કો. જગશીભાઇ ઝાલા, વિમલભાઇ વેકરીયા, મનસુખભાઇ ચૌહાણ તથા દિવ્યેશભાઇ શામળાનાઓ દ્વારા કરવામાં આવેલ છે.
બીજા દરોડામાં ભાયાવદર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર વી. સી. પરમારના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે, મોટી પાનેલી ગામે ટાવર વાળી શેરીમાં નરશી રૂખડભાઇ વરાણીયાના મકાનના આંગણામાં ખુલ્લામાં અમુક ઇસમો જાહેરમાં ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમે છે જે બાતમી અન્વયે રેઇડ કરી જુગાર રમતા (૧) નરસિંહ રૂખડભાઇ વરાણીયા, રહે. મોટી પાનેલી જુનો કોળીવાસ, (ર) અનીલ મગનભાઇ બારૈયા, રહે. મોટી પાનેલી ગામ મસ્જીદ પાસે, (૩) વિજય વિઠ્ઠલભાઇ સોલંકી, રહે. મોટી પાનેલી ગામ કોળીવાસ, (૪) જયેશ પોપટભાઇ ચોટાઇ, લોહાણા રહે. મોટી પાનેલી ગામ જલારામ મંદિર પાસે, (પ) હીરજી દેવાભાઇ વધેરા, રહે. સીદસર ગામ મંદીર રોડ, તા. જામ જોધપુર તથા (૬) ભાવેશ બાબુભાઇ પાટડીયા, રહે. મોટી પાનેલી ગામ કોળી વિસ્તારને રોકડા રૂપિયા ૧૧,૮૭૦/- તથા ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.
આ કામગીરી ભાયાવદર પો. સ્ટે.ના એએસઆઇ રોહીતભાઇ વાઢેળ, પો.કોન્સ. શકિતસિંહ વિક્રમસિંહ જાડેજા, પો.કોન્સ. હીમાંશુભાઇ દેવાભાઇ હુણ તથા (પ) પો.કોન્સ. મહેશભાઇ મખાભાઇ ગમારા સહિતના સ્ટાફે કરી હતી.
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
