<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

ધોરાજી ના મનહરભાઈ માવાણીનું અવસાન ચક્ષુદાન

માનવ સેવા પુવક મંડળ અને સરકારી હોસ્‍પિટલ ધોરાજીને ૩૬૮મુ ચક્ષુદાન

ધોરાજીઃ રત્‍ના બાપાની જગ્‍યા પાસે રહેતા મનહરભાઈ માવાણી ને ધર પાસે પડી જતાં હોસ્‍પિટલ ખાતે સારવાર મા આવતાં ડોક્‍ટરે  મરણ જાહેર કરતા બાદમાં પરીવાર જનો ને ચક્ષુદાન કરવા જાણ કરાતા સહમતી આપતા સરકારી હોસ્‍પિટલના અધીક્ષક ડો. જયેશ વેસેટીયન અને ડો, અર્પિતાબેન મિષાી અને મેડિકલ ટીમ ના સચિન ભાઈ સહીત નાઓ પોતાની સેવાઓ બજાવી હતી ે સમીરભાઈ માવાણી  ગુજંનભાઇ માવાણી, અરવિંદભાઈ માવાણી, હિરેનભાઇ માવાણી, અરુણભાઇ સાવલિયા સેવાભાવી ફુલ્લભાઈ વધાસીયા અને વિનોદભાઇ હિરપરા સહિત ના હાજર રહ્યા હતા આતકે માનવ સેવા યુવક મંડળ ના ધર્મેન્‍દ્ર બાબરીયા અને ભોલાભાઇ સોલંકી દ્વારા માવાણી પરીવાર ની સેવાઓ ને બીરદાવી સ્‍વ મનહરભાઈ ને શ્રદ્ધાસુમન અર્પણ કરેલ ધોરાજી અને આજુબાજુના વિસ્‍તારમાં દેહદાન ચક્ષુદાન સ્‍ક્રીન ડોનેશન માટે ૯૮૯૮૭૦૧૭૭૪  / ૯૮૯૮૭૧૫૭૭૫ અને સરકારી હોસ્‍પિટલ ૦૨૮૨૪-૨૨૦૧૩૯ પર સંપર્ક કરવો માનવસેવા યુવક મંડળ અને સરકારી હોસ્‍પિટલ ધોરાજી ને ૩૬૮મુ ચક્ષુદાન મળેલ છે.

 

(11:57 AM IST)