હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વાગુદળ-ધ્રોલ રોડ ઉપર કારમાં દારૂની હેરાફેરીઃ ૨.૫૮ લાખનો મુદ્દામાલ જપ્ત
૩ શખ્સોને ઝડપી લેતી ધ્રોલ પોલીસ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા.૨૨: ધ્રોલ પો.સ્ટેના પો.ઇન્સ. શ્રી એચ.વી. રાઠોડની સુચના મુજબ ધોલ પો.સ્ટે.ના માણસો પો.સ્ટે વિસ્તારમાં પ્રોહિ જુગાર ડ્રાઇવ અનુસંધાને પેટ્રોલીંગમા હતા. દરમ્યાન ધોલ પો.સ્ટે.ના પો.હેડ કોન્સ જે.કે. દલસાણીયા તથા જે.ડી.ગોગરા તથા પો.કોન્સ.ભગીરથસિંહ કિરીટસિંહ જાડેજા તથા રાજેન્દ્રસિંહ સહદેવસિંહ જાડેજાનાઓને સંયુક્ત બાતમી હકીકત મળેલ કે, ધોલ તાલુકાના વાગુદડગામથી ધ્રોલ તરફ જવાના રસ્તે અમુક ઇસમો પોતાની ઇક્કોગાડીમા વિદેશી દારૂની હેરાફેરી કરે છે. જેથી સદર બાતમી વાળી જગ્યાએ વોચ તપાસમા રહી સદરહુ બાતમીવાળી ઇકકોગાડી આવતા તેને કોર્ડન કરી આરોપીઓને સાથે રાખી ચેક કરતા ઇકકો ગાડીમાં અલગ અલગ જગ્યાએ છુપાવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂના ચપલા તથા વાહન મળી આવતા આરોપીઓ વિરૂધ્ધ કાર્યદેસરની કાર્યવાહિ કરેલ છે.
આરોપીનુ લીલેશ રણસિંહ બામનીયા ઉ.વ.૨૫, રહે.હાલ કુજન્નડ ગામ પ્રેમજીભાઈ વાડીએ તા.જોડીયા જી.જામનગર મુળ. કોરીયાપાન તડવી ફળીયુ તા.ભાભરા જી.અલીરજપુર રાજ્ય મધ્ય પ્રદેશ, (૨) મેરૂ નરશીંગભાઈ બામનીયા ઉ.વ.૩૦, રહે. હાલ કુન્નડ ગામ પ્રેમજીભાઈની વાડીએ તા.જોડીયા જી.જામનગર મુળ.છોટા ભાવરા ગામ તા.ભાભરા જી.અલીરાજપુર રાજ્ય મધ્યપ્રદેશ, (૩) અરવીંદ રૂપસિંહ પસાયા ઉ.વ.૨૮, રહે.હાલ રામપર ગામ દિપકભાઈ દેવાભાઈ આહીરની વાડીએ તા.જી.જામનગર મુળ.બડા ખુતાજા ગામ ઉમરીના પાની ફળીયુ તા.ભાભરા જી.અલીરાજપુર રાજ્ય એમ.પી.ની ધરપકડ.
આરોપીઓ. પાસેથી મળી આવેલ મુદામાલ - (૧) ભારતીય બનાવટની વિદેશી દારૂના કાચના નાના ચપલા કુલ નંગ ૨૨૦ કિં.રૂ.૫૮,૦૮૦/ (૨) એક ઈકો ગાડી રજી. નં. GJ-10-CG-3529 કિ.રૂ.૨,૦૦,૦૦૦/ આ કામગીરી ધ્રોલ પો.સ્ટે.ના પો.ઇન્સ. શ્રી એચ.વી.રાઠોડ પો.હેડ કોન્સ જે.કે.દલસાણીયા તથા જે.ડી.ગોગરા તથા પો. કોન્સ. ભગીરથસિંહ કિરીટસિંહ જાડેજા તથા રાજેન્દ્રસિંહ સહદેવસિંહ જાડેજાનાઓ દ્વારા કરવામાં આવેલ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
