<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

જસદણમાં સહિયર સોસાયટીની મિટીંગમાં ડખ્‍ખોઃ દંપતિ પર અન્‍ય રહેવાસીઓનો હુમલો

કિશોરભાઇએ મેઇન્‍ટેનન્‍સનો પ્રશ્ન ઉઠાવતાં તેને ઉમેશ અને હિરેન તૂટી પડયાઃ વચ્‍ચે પડેલા પત્‍નિને પણ ઇજા

રાજકોટ તા. ૨૨: જસદણમાં સહિયર સીટી સોસાયટીમાં રહેતાં દંપતિ પર સોસાયટીની મિટીંગમાં અન્‍ય રહેવાસીઓઓ માથાકુટ કરી પાઇપથી માર મારતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા છે.

જસદણ સહિયર સોસાયટીમાં  રહેતાં  કિશોરભાઇ ભરતભાઇ વસંતસ્‍વામી (ઉ.વ.૪૫) રાતે અગિયારેક વાગ્‍યે સોસાયટીના સભ્‍યોની મિટીંગમાં હતાં ત્‍યારે મેઇન્‍ટેનન્‍સ બાબતે તેણે સવાલ ઉઠાવતાં અન્‍ય રહેવાસી ઉમેશ અને હિરેને તેને ઢીકાપાટુ મારતાં તેમના પત્‍નિ કૈલાસબેન વસંતસ્‍વામી (ઉ.વ.૪૨) વચ્‍ચે પડતાં  બંનેએ તેણીને પાઇપથી માર મારતાં લોહીલુહાણ થઇ ગયા હતાં. જસદણ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જસદણ પોલીસને જાણ કરી હતી.

કિશોરભાઇના કહેવા મુજબ સોસાયટીમાં  હાલમાં કોઇ પ્રમુખ નથી. વિવિધ પ્રશ્નો, મેઇન્‍ટેનન્‍સ અંગે મિટીંગ યોજાઇ હોઇ તેમાં પોતે પ્રશ્ન ઉઠાવતાં માથાકુટ થઇ હતી. પોતે દરજી કામ કરી ગુજરાન ચલાવે છે.

(11:58 AM IST)