<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

મોરબીમાં માત્ર રોડ રસ્‍તા નહિ, એસટી બસના પણ ધાંધિયા, મહેન્‍દ્રનગર ગામે વિદ્યાર્થીઓનો ચક્કાજામ

 

 મોરબી, અહીં રસ્‍તા રોકો આંદોલનનો ટ્રેન્‍ડ શરુ થયો હતો અને નાગરિકો રોડ પર ઉતરી આવતા નેતાઓ અને અધિકારીઓ દોડતા થયા બાદ રાતોરાત કામગીરી થવા લાગી છે રોડ રસ્‍તા રીપેરીંગ કામગીરી થઇ રહી છે ત્‍યારે હવે એસટીના ધાંધિયાથી કંટાળી વિદ્યાર્થીઓ રોડ પર ઉતરી ગયા છે. મહેન્‍દ્રનગર ગામે એસટી બસના ધાંધિયાથી વિદ્યાર્થીઓએ કંટાળી વહેલી સવારે સાતેક વાગ્‍યાના અરસામાં લગભગ ત્રણ કલાક જેટલા સમયથી ચક્કાજામ કરી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે મહેન્‍દ્રનગર ગામે એસટી બસો આવતી નથી અને દરરોજ ૮૦ જેટલા વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

(12:56 PM IST)