<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

રાણાવાવ નજીક બરડા ડુંગરમાં દેશી દારૂની ભઠ્ઠી બંધ કરાવતી પોલીસ : ૧ર૦૦ લીટર આથો ઝડપાયો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. રર :  રાણાવાવ નજીક બરડા ડુંગરમાં ધમમતા દેશી દારૂની ભઠ્ઠી પોલીસે બંધ કરાવીને સ્‍થળ ઉપરથી ૧ર૦૦ લીટર દારૂનો આથો ઝડપી લીધો હતો. દારૂની ભઠ્ઠી ચલાવનાર અને હાજર નહીં મળી આવેલ સુકા નાથાભાઇ સામે પોલીસે ગુન્‍હો નોંધ્‍યો છે.

રાણાવાવ પો. સ્‍ટે.ના પો. સબ. ઇન્‍સ. આર.વી. મોરી તથા સર્વેલન્‍સ સ્‍ટાફ બરડા ડુંગર/જંગલ વિસ્‍તારમાં પેટ્રોલીંગ દરમ્‍યાન પો.કોન્‍સ. સંજય વાલાભાઇ તથા સરમણ દેવાયતભાઇ તથા જયમલ સામતભાઇ નાઓને બાતમી હકિકત આધારે બરડા ડુંગર ફુલજરનેશથી ઉતરે રેઇડ કરતા સુકા નાથાભાઇ કોડીયાતર રહે. વિજકાફડીયાનેશ તા. રાણાવાવ વાળાની દેશીદારૂની ભઠ્ઠી મળી આવેલ અને આરોપી વિરૂધ્‍ધ કાયદેસરની કાર્યવાહી કરી રાણાવાવ પો. સ્‍ટે.માં પ્રોહીબિશનનો ગુન્‍હો રજી. કરાવેલ છે.

હાજર નહીં મળેલ સુકા નાથાભાઇ કોડીયાતર રહે. વિજફાડીયાનેશ તા. રાણાવાવ વાળાની ભઠ્ઠીમાંથી દેશી દારૂ બનાવવાનો આથો લીટર ૧ર૦૦ તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ કિ. રૂા. ૩૪૧૦૦ નો મુદ્દામાલ મળી આવેલ છે.

બરડામાં દેશીદારૂ બંધ રાવવાની આ કામગીરી રાણાવાવ પો. સ્‍ટે.ના પો. ઇન્‍સ. શ્રી એન.એન. તળાવીયા તથા પો. સબ. ઇન્‍સ. આર.વી. મોરી તથા પો. હેડ કોન્‍સ. બી.જે. દોસા તથા પો. કોન્‍સ. સંજય વાલાભાઇ, સમરણ દેવાયતભાઇ, જયમલ સામતભાઇ, ભરત કાનાભાઇ કુણાલસિંહ પ્રવિણસિંહ, દેવશી વરજાંગભાઇ દ્વારા કરવામાં આવેલ હતી.

(1:07 PM IST)