<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

જામનગરમાં જાહેરમાં જુગાર રમતા ૬ જુગારી ઝડપાયા : LCBએ ₹૧.૭૩ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

સાઢીયાપુલ પાસે સરદારનગર શેરી નંબર-૮માં જુગારનો અડ્ડો પકડાયો : ત્રણ સ્ત્રી અને ત્રણ પુરુષો રોકડ, મોબાઈલ અને મોટરસાયકલ સાથે પકડાયા : LCBની સતર્કતાથી દારૂ-જુગારની બદી નાબૂદ કરવાના અભિયાનને વેગ

જામનગર : જામનગરમાં દારૂ અને જુગારની બદીને નેસ્તનાબૂદ કરવાના અભિયાન અંતર્ગત પોલીસ સતત કાર્યરત છે. રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂની સૂચના મુજબ, જામનગર એલ.સી.બી. (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) દ્વારા આજે જાહેરમાં જુગાર રમતા છ સ્ત્રી અને પુરુષોને ઝડપી પાડવામાં આવ્યા છે. તેમની પાસેથી રોકડ ₹૩૩,૨૬૦/-, ત્રણ મોબાઈલ ફોન, અને એક મોટરસાયકલ મળી કુલ ₹૧,૭૩,૨૬૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
સાઢીયાપુલ પાસે જુગારનો અડ્ડો પકડાયો, ૨૪ કલાકમાં કાર્યવાહી
એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ.લગારીયાના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. પી.એન.મોરી અને પો.સ.ઇ. સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં પ્રોહી-જુગારના કેસો શોધી કાઢવા પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન, એલ.સી.બી. સ્ટાફના ભયપાલસિંહ જાડેજા, ભરતભાઈ ડાંગર અને ધર્મેન્દ્રસિંહ જાડેજાને મળેલી ખાનગી હકીકત આધારે, જામનગર શહેરમાં સાઢીયાપુલ પાસે, સરદારનગર શેરી નંબર-૮માં જાહેરમાં ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમાતો હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે દરોડો પાડી જુગાર રમતી ત્રણ સ્ત્રી અને ત્રણ પુરુષોને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં બ્રિજરાજસિંહ સુભાષસિંહ જાડેજા (રહે. મુંગણીગામ), ક્રિપાલસિંહ પ્રવિણસિંહ જાડેજા (રહે. મુંગણીગામ), અને ભાવેશભાઈ શાંતીલાલ સોનગરા (રહે. સાઢીયા પુલ પાસે, સરદારનગર શેરી નંબર-૬, જામનગર) નો સમાવેશ થાય છે.
આ કાર્યવાહીમાં પો. હેડ કોન્સ. મયુદીનભાઇ સૈયદે ફરિયાદ રિપોર્ટ આપતા, પો. હેડ કોન્સ. અરજણભાઇ કોડીયાતર દ્વારા જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરીમાં એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, ધનશ્યામભાઇ ડેરવાળીયા, યુવરાજસિંહ ઝાલા, ભયપાલસિંહ જાડેજા, ભરતભાઇ ડાંગર, કિશોરભાઇ પરમાર, સુમીતભાઇ શિયાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, અરજયભાઇ વીરડા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઇ માલકીયા, દયારામ ત્રિવેદી, બીજલભાઈ બાલાસરા અને ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા ભારતીબેન ડાંગર વગેરે જોડાયા હતા.

(9:35 PM IST)