<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

“શાળા પ્રવેશોત્સવ થઈ ગયો, હવે શિક્ષકોનો પ્રવેશ ક્યારે ?” કચ્છમાં શિક્ષકોની ઘટ મુદ્દે લાગ્યા પોસ્ટરો

શિક્ષક વિના અમારું ભવિષ્ય અંધકારમાં જેવા પોસ્ટરો સાથે વિદ્યાર્થીઓએ આંખે કાળી પટ્ટી બાંધી અનોખો વિરોધ કર્યો

કચ્છમાં શિક્ષકોની ઘટ મુદ્દે વિરોધ વધ્યો છે. મુન્દ્રાના નવીનાળની પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ મુદ્દે વિદ્યાર્થીએ વિરોધ કર્યો હતો. શિક્ષક વિના અમારું ભવિષ્ય અંધકારમાં જેવા પોસ્ટરો સાથે વિદ્યાર્થીઓએ આંખે કાળી પટ્ટી બાંધી અનોખો વિરોધ કર્યો. “શાળા પ્રવેશોત્સવ થઈ ગયો, હવે શિક્ષકોનો પ્રવેશ ક્યારે ?” પ્રશ્નોના પોસ્ટર સાથે વિરોધ. કુલ 6 શિક્ષકોની ઘટ હોવાનું સ્થાનિકોનું કહેવું છે. આગામી દિવસોમાં તાળાંબંધી સહિતના કાર્યક્રમો અપાશે.

 

(10:09 PM IST)