હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM

પોરબંદરઃ હિરલબાનો એક વિવાદ હજુ શમ્યો નથી ત્યાં બીજો વિવાદ આવ્યો છે. જેમાં સુનીલ ખોરવાએ હિરલબા તથા તેના સાગરીતની ફરિયાદ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જેમાં 2012માં 75 લાખ રૂપિયા 3 ટકા વ્યાજે લીધા બાદ આજ દિવસ સુધી તેના 4 કરોડ રૂપિયા ચૂકવ્યા તથા જમીન એમના નામે કર્યા છતાં હપ્તા માંગવા, ખંડણી કરવી, ફોન પર ડરાવી ધમકાવી હેરાનગતિ કરવા જેવી ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદને આધારે હિરલબાના સાગરીત આરોપી હિરેન ઉર્ફે પુની બાલુભાઇ ઓડેદરા ડરાવી ધમકાવી 4 કરોડ કરતાં વધારે રકમની પઠાણી વ્યાજની ઉઘરાણી કરતો હતો. તેને ગાંધીનગર ખાતેથી પોલીસે પકડી પાડ્યો છે.
હિરેન ઓડેદરા ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે હોવાની બાતમી મળતા પોલીસે જઈ તપાસ કરતા આરોપી ક્રિષ્ણાપાર્ક સોસાયટી, દહેગામ, ગાંધીનગરમાંથી મળી આવતા પૂછપરછ કરી કમલાબાગ પોલીસ સ્ટેશન લાવી ગુનાના કામે આગળની કાર્યવાહી કરવા અધિકારીને સોંપી દેવામાં આવ્યો છે. હિરેન અને સુનિલની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે.
વાયરલ ઓડિયો કલીપ મુજબ .. દુનિયાના કોઈપણ ખૂણે હશે હું તને ગોતી લઈશ. પોલીસ મારા સસરા કહેવાય. મારીમારીને પોલીસ પણ મારાથી કંટાળી ગઈ છે. લિમિટમાં રહો તો ફાયદામાં રહેશો લિમિટ ક્રોસ કરતા મને પણ આવડે છે. હિરલબા મારી મા છે એ કંઈ પણ કહે એ કરી નાંખીશ. એ કે ખાનદાનને મારી નાંખ તો એ ખાનદાનને પણ મારી નાંખીશ. સુનિલભાઈ તમારા છોકરાનું અપહરણ કરી ઉપાડી લેવામાં આવશે. મને પીવાની આદત છે. પીવા પછી હું ગાંડો થઈ જાવ છું. અપહરણના કેસ મારા પર વધુ છે. જોકે અમો આ ઓડિયો ક્લિપની પુષ્ટિ કરતા નથી
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM