<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd July 2025

મોરબી : સ્વ.જેઠાભાઈ પારેધીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે જૂની પીપળી ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

સ્વ. જેઠાભાઈ પારેધીને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજકીય, સામાજિક મહાનુભાવો, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

(પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબી જીલ્લા પંચાયત ના પ્રમુખ હંસાબેન પારેઘીના પતિ સ્વ. જેઠાભાઈ અમરાભાઈ પારેધીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ઉમેશ્વર મહાદેવ મંદિર જૂની પીપળી મુકામે સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના સહયોગથી શ્રદ્ધાંજલિ આપવા માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં 63 રક્તદાતાઓએ રક્તદાન કરી સ્વ.જેઠાભાઈ પારેધીને શ્રદ્ધાંજલિ આપી હતી. મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી અને જીગ્નેશભાઈ અને વિજયભાઈ પારેધી ની પ્રેરણાથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વ. જેઠાભાઈ પારેધીને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજકીય, સામાજિક મહાનુભાવો, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્કાર બ્લડ સેન્ટરના પ્રેરક પૂજ્ય પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ આભાર માન્યો હતો.

(12:15 AM IST)