હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 23rd July 2025
મોરબીમાં છેડતી અને પોક્સો એક્ટના ગુનામાં પકડાયેલ વિસીપરાનો ઈરફાન અલી માણેક પાસા તળે જેલહવાલે.
પાસા વોરંટની બજવણી કરતા આરોપીને ઝડપી લઈને લાજપોર જેલ સુરત હવાલે કરાયો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી સીટી વિસ્તારમાં અવારનવાર સગીર વયની દીકરીની પજવણી કરી છેડતી અને પોક્સો એક્ટના ગુઅમાં પકડાયેલ શખ્શને પાસા હેઠળ અટકાયત કરી લાજપોર જેલ સુરત હવાલે કરવામાં આવ્યો છે.
મોરબી એ ડીવીઝન પોલીસ મથક હદ વિસ્તારમાં મહિલાઓની છેડતી અને પજવણી કરતા ઈસમોની અસામાજિક પ્રવૃતિને ડામવા એ ડીવીઝન પીઆઈ દ્વારા સગીર વયની દીકરીની પજવણી કરી છેડતી અને પોક્સો એક્ટના ગુનામાં પકડાયેલ શખ્શ ઈરફાન અલી માણેક (ઉ.વ.૨૦) ( રહે વિસીપરા મોરબી વાળા) વિરુદ્ધ પાસા પ્રપોઝલ તૈયાર કરવામાં આવી હતી અને ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેકટર મોરબી દ્વારા પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું હતું જે પાસા વોરંટની બજવણી કરતા આરોપીને ઝડપી લઈને લાજપોર જેલ સુરત હવાલે કરવામાં આવ્યો છે.
(12:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
