News of Wednesday, 23rd July 2025
ભાવનગરની જીવાદોરી શેત્રુંજી ડેમ એક માસમાં સતત ત્રીજી વખત છલકાયો
મેયર સહિતના પદાધિકારીઓએ નવા નિરના વધામણાં કર્યા : ભાવનગર શહેરને પીવાના પાણીની સમસ્યામાંથી મુક્તિ મળશે.

ભાવનગરની જીવાદોરી શેત્રુંજી ડેમ એક માસમાં સતત ત્રીજી વખત છલકાયો છે. મેયર સહિતના પદાધિકારીઓએ નવા નિરના વધામણાં કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા અને ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ આ વર્ષે સિઝનમાં ત્રીજી વખત ઓવરફ્લો થયો છે. જે ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારો માટે ખુશીના સમાચાર છે. ડેમ છલકાઈ જતાં ભાવનગર શહેરને પીવાના પાણીની સમસ્યામાંથી મુક્તિ મળશે.
(12:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
