<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd July 2025

મોરબીમાં ગરબા કલાસીસ નોંધણી તેમજ ભાઈઓ-બહેનોના અલગ સમય રાખવા માંગ.

પાટીદાર યુવા સેવા સંઘ મોરબી દ્વારા એસપીને આવેદન પાઠવી રજૂઆત.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :  નવરાત્રી પર્વની તૈયારીના ભાગરૂપે શહેરમાં વિવિધ સ્થળે ગરબા કલાસીસ ધમધમી રહ્યા છે ત્યારે ગરબા કલાસીસની નોંધણી તેમજ ભાઈઓ-બહેનોને અલગ અલગ સમયે ગરબા ક્લાસ રાખવાની માંગ સાથે પાટીદાર યુવા સેવા સંઘ મોરબી દ્વારા એસપીને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી છે.

     રજૂઆતમાં જણાવ્યું છે કે આવનાર દિવસોમાં માતાજીની આરાધનાનું પર્વ એટલે મહા નવરાત્રી પર્વ આવી રહ્યું છે જેથી મોરબી શહેર અને આજુબાજુના વિસ્તારમાં ગરબા કલાસીસ ચાલુ થઇ ગયા છે ગરબા કલાસીસની મંજુરી લેવામાં આવે અને જેટલા ગરબા કલાસીસ ચાલે છે તેનું રજીસ્ટ્રેશન કરવામાં આવે તેમાં શીખવા આવતા ભાઈઓ-બહેનોની નોંધણી કરવામાં આવે જેથી કોણ કોણ ગરબા શ્ખવા આવે છે તેની સંપૂર્ણ માહિતી મળી રહે
   પાટીદાર યુવા સેવા સંઘ આવા ગરબા કલાસીસમાં બહેનો અને ભાઈઓનો સમય અલગ અલગ રાખવામાં આવે અને ભાઈઓ તથા બહેનોના અલગ અલગ ગ્રુપ બનાવી ગરબા કલાસીસ આયોજકો ગરબા શીખડાવે તેવી માંગ કરી છે ગરબા કલાસીસની આડમાં બહેન દીકરીઓ સાથે કોઈ રોમિયો કે લુખ્ખા ઈસમો પરેશાન ના કરે અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે મહિલા પોલીસ સિવિલ ડ્રેસમાં મુલાકાત લે અને પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

(1:05 AM IST)