<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd July 2025

માળિયા(મી.)ના લાંચ પ્રકરણમાં કોન્સ્ટેબલ બે દિવસના રિમાન્ડ ઉપર.

ખોટા કેસમાં ફિટ નહિ કરવાના બદલામાં કોન્સ્ટેબલ રાયમલભાઈ સીયાળ દ્વારા એક લાખની લાંચ માંગી હતી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : માળીયા મીયાણા પોલીસ મથકના કોન્સ્ટેબલની લાંચ પ્રકરણમાં ગઈકાલે ધરપકડ કરવામાં આવ્યા બાદ આજે કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

  પ્રાપ્ત વિગતો મુજબ 12 જુલાઈના રોજ માળીયા મિયાણા તાલુકામાં રહેતા એક વ્યક્તિને ખોટા કેસમાં ફિટ નહિ કરવાના બદલામાં માળીયા મિયાણા પોલીસ મથકના કોન્સ્ટેબલ રાયમલભાઈ નાનજીભાઈ સીયાળ દ્વારા એક લાખની લાંચ માંગવામાં આવી હતી. જો કે, અરજદાર ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી લાંચ અંગે સુરેન્દ્રનગર એસીબી ટીમને ફરિયાદ કરતા એસીબી ટીમે ભીમસર ચોકડી નજીક છટકું ગોઠવતા કોન્સ્ટેબલ રાયમલભાઈએ લાંચની રકમ ગુલામરસુલ હૈદરભાઈ જામ નામના વ્યક્તિને આપવા જણાવતા એસીબી ટીમની હાજરીમાં આરોપી ગુલામરસુલ એક લાખની લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો.
આ મામલે દ્વારકાની ટિમ પાસે તપાસ હતી. આ કોન્સ્ટેબલ માળિયા પોલીસ સ્ટેશને હાજર થતા તેની વિધિવત ધરપકડ કરવામાં આવી છે.
ગઈકાલે સાંજે આ કોન્સ્ટેબલને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજુર કરતા હવે તેની પૂછપરછ કરવામાં આવશે.

(1:06 AM IST)