News of Wednesday, 23rd July 2025
મોરબીમાં ડો. હસ્તલેખા (હસ્તીબેન) મહેતા ના બે કેમ્પ.
કેમ્પમાં ૩૦૦ વધુથી બાળકોને તપાસી અને ત્રણ દિવસની દવા આપેલ.સાથે વિધાર્થીઓને સ્વછતા તેમજ ખોરાક લેવો લેવો વગેરેની સમજ આપવામાં આવેલ.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ડૉ હસ્તલેખા (હસ્તીબેન) મહેતાના એક દિવસીય કેમ્પ ૧૮૭ તથા ૧૮૮ બે કેમ્પ નું આયોજન સૌજન્ય માતુશ્રી ચારૂમતીબેન પ્રસન્નકુમાર જાની તથા આચાર્યાશ્રી વિદ્યાબેન મહેતાની પુનિત યાદમાં ખારીવાડી પ્રાથમિક શાળા, વાવડી રોડ, મોરબી ખાતે કરવામાં આવ્યું .આ કેમ્પમાં ૩૦૦ વધુથી બાળકોને તપાસી અને ત્રણ દિવસની દવા આપેલ.સાથે વિધાર્થીઓને સ્વછતા તેમજ ખોરાક લેવો લેવો વગેરેની સમજ આપવામાં આવેલ.
આ કેમ્પ ને સફળ બનાવવા મોરબીના પૂર્વ કાઉન્સિલર માવજીભાઈ કંઝારીયા,આચાર્ય અશ્વિન ભાઈ કૈલા તેમજ સમગ્ર સ્ટાફે સરસ રીતે આયોજન કર્યું હતું કેમ્પ સહાયક રશ્મિભાઈ દેસાઈ શ્રીમતી દર્શન બેન ત્રિવેદી સેવા આપેલ
(1:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
