<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd July 2025

રાજય-કેન્‍દ્ર સરકારના કર્મચારીઓને સમાજ વિકાસ કાર્યોમાં જોડાવવા અપીલઃ રાજકોટમાં ઉમિયાધામ સિદસર દ્રારા કર્મયોગી સંમેલન યોજાયું

ઉમિયાધામના માધ્‍યમથી ‘કર્મ'નું ભાથું બાંધવા મૌલેશભાઇ ઉકાણીની અપીલ :નવી પેઢીને સહકાર્યોમાં જોડવા જગદીશભાઈ કોટડીયાનું આહવાન : ઉમિયાધામના સમાજ વિકાસનો ચિતાર આપતા જયેશભાઇ પટેલ :સામુહીક કોમ્‍યુનીટીના સાધનો થકી સમાજ વિકાસઃ બી.એચ.ધોડાસરા : સંગઠન શકિતના સથવારે સમાજ વિકાસની નેમઃ જેરામભાઇ વાંસજાળીયા

રાજકોટ તા.૨૩: ઉમિયા માતાજી મંદિર સિદસર દ્રારા યોજાયેલ ૧૯૮૫નો પ્રાણપ્રતિષ્ઠા મહોત્‍સવ હોય ૧૯૯૯નો શતાબ્‍દી મહોત્‍સવ, ૨૦૧૨નો રજતજયંતિ મહોત્‍સવ હોય કે ડીસેમ્‍બર ૨૦૨૪માં માઁ ઉમિયા પ્રાગટયની ૧૨૫માં વર્ષની ઉજવણી નિમિતે સવા શતાબ્‍દી મહોત્‍સવ હોય ઉમિયાધામ સિદસરનો કેન્‍દ્રવર્તી હેતુ સમાજના દરેક વર્ગને સાથે જોડી સમાજોત્‍કર્ષને સર્વાગી વિકાસ તરફ દોરી જનારો રહયો હોવાનું ટ્રસ્‍ટની યાદીમાં જણાવાયું છે.

પાટીદારોની આસ્‍થાના અવિચળ કેન્‍દ્ર સમા ઉમિયાધામ દ્વારા સૌરાષ્‍ટ્રના કડવા પાટીદાર સમાજની સમાજીક પ્રગતિ અને વિકાસને વેગ આપવા માટે સમાજના સુશિક્ષિત, બુધ્‍ધિીજીવી અને -બુધ્‍ધ કર્મયોગી અધિકારી-કર્મચારીઓનું ‘કર્મ યોગી' સંમેલન હેમુ ગઢવી હોલ ખાતે યોજાયુ હતુ.

તાજેતરમાં આ સ્‍નેહમિલન સમારોહમાં રાજય-કેન્‍દ્ર સરકારના તમામ વિભાગો-બોર્ડ-કોર્પોરેશન, તમામ બેંક, વીમા કંપની, કોર્પોરેટ કંપનીના પ્રવળત તથા નિવળત સમગ્ર સૌરાષ્‍ટ્રના વર્ગ-૧/વર્ગ-૨ના અધિકારીઓ તથા રાજકોટ શહેરમાં સેવા આપતા તમામ વર્ગ-૩ના કર્મચારીઓ ઉપસ્‍થિત રહયા હતા. ઉમિયાધામ સિદસર દ્રારા આયોજીત આ સંમેલનનો મુખ્‍ય હેતુ પરસ્‍પર પરિચય કેળવી ઉપયોગી થવું, રસમાજના પરિવારોને મદદરૂપ બનવું, સમાજ વિકારાકાર્યોમાં જોડાવું અને સમાજ વિકાસ થકી રાષ્‍ટ્ર વિકાસને વેગ આપવો, મનપસંદ પ્રવળતિઓમાં જોડાવવાનો રહયો હતો.

સંસ્‍થાની યાદી મુજબ ઉમિયાધામ સિદસરના નવનિયુક્‍ત પ્રમુખ મૌલેશભાઈ ઉકાણીએ જણાવ્‍યુ હતુ કે વેડફવું, વાપરવું અને વાવવું  એ પૈકી વાવવું સૌથી ઉતમ છે એમ સમાજ ઉત્‍કર્ષ માટે વિવિધ કર્મયોગી સાથે મળી કર્મનું ભાથું બાંધી સમાજ સેવામાં જોડાવા અપીલ કરી હતી. ઉમિયાધામના ભૂતપૂર્વ પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયાએ જણાવ્‍યુ હતુ કે કલયુગમાં સંધશકિત જ બળવાન છે. સંગઠન હશે તો સમાજ વિકાસ થશે, આઝાદી પછી કડવા પાટીદાર સમાજનો વિકાસ વેગવંતો બન્‍યો છે. શિક્ષણ થકી પાટીદાર સમાજનો સર્વાંગી વિકાસ થયો છે. તેઓએ પાટીદાર કર્મવિરોને આર્થિક સહયોગની સાથો સાથ સમયદાન આપી શરીર ચાલે ત્‍યાં સુધી સમાજનું કાર્ય કરવા કાર્યકર્તાઓને હાકલ કરી હતી.

સંસ્‍થાના ઉપપ્રમુખ જગદીશભાઈ કોટડીયાએ કર્તવ્‍યનું પાલન કરવું એજ કર્મ, એજ સત્‍ય અને એજ ધર્મ હોવાનું જણાવતા તેમણે નવી પેઢીને સમાજ વિકાસના સદ્‌કાર્યોમાં જોડાવા આહવાન કર્યુ હતુ. બી.એ.ધોડાસરા એ જણાવ્‍યુ હતુ કે કર્મયોગીઓ સમાજનું બુધ્‍ધિધન છે અને યહુદીઓની માફક પાટીદાર સમાજે પણ છેલ્લા ૪ દસકામાં કરેલી પ્રગતિ અભ્‍યાસને પાત્ર છે ત્‍યારે સામુહીક કોમ્‍યુનીટીના સાધનો થકી સમાજના સર્વાંગી વિકાસ તરફ હરણફાળ ભરવા અપીલ કરી હતી. જયેશભાઈ પટેલે ઉમિયાધામ સિદસરના માધ્‍યમથી થયેલા સામાજીક વિકાસકાર્યો તેમજ સિદસર, રાજકોટ, સોમનાથ, દ્વારકા તેમજ અમદાવાદની વિવિધ સામાજીક, શૈક્ષણીક પ્રોજેકટોનો ચિતાર આપ્‍યો હતો.

કાર્યક્રમમાં ઉપસ્‍થિત જયમીન કાવઠીયાએ ઉમિયાધામની વિવિધ પ્રવળતિઓને બિરદાવી હતી. અને કર્મયોગી તરીકે સેવા આપવા તત્‍પરતા દાખવી હતી. રાજકોટના સાયબર ક્રાઇમના પી.આઇ. જયેશભાઈ કૈલાએ સાયબર ક્રાઈમ અંગે જાગૃત રહેવા અને સાવચેતી કેળવવાની માહીતી આપી હતી. તાલુકા પી.આઈ. ધવલભાઈ હીરપરાએ પોતાના મંતવ્‍યમાં ઘરમાં સાસુ-વહુ કે પતિ- પત્‍નીના ઝગડાને વખોડી કાઢયા હતા. ઘરમાં એકતા રહે, નાના મોટા ઝગડા, છુટાછેડા, સામાજીક પ્રશ્નો, લગ્નેતર સંબંધો જેવા દુષણોને દુર કરવા જણાવ્‍યુ હતુ. રશ્‍મિબેન સાપરીયાએ બાળકોને કુપ્રવળત્તિઓથી દુર રાખી દેશની યુવા પેઢીને બચાવવા જણાવ્‍યુ હતુ.

કાર્યક્રમનું સંચાલન ઉમિયા પરિવાર સંગઠન સમિતિના પ્રમુખ અને ઉમિયાધામના ટ્રસ્‍ટી કૌશીકભાઈ રાબડીયા, તથા આભારવિધી સરોજબેન મારડીયાએ કરી હતી. સંમેલનને સફળ બનાવવા નિવળત શિક્ષણાધીકારી બી.એસ.કૈલાની આગેવાની હેઠળ મિલન કાવઠીયા, રોહન વામજા, વિનુભાઈ મણવર, તથા નિવળત કર્મયોગી સમિતિના સભ્‍યોએ જહેમત ઉઠાવી હોવાનું સંસ્‍થાની યાદી જણાવે છે.

(10:21 AM IST)