<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd July 2025

આક્ષેપો સાથેનો વિડીયો બનાવીને વેરાવળમાં અસફાકે કોર્ટ પરિસરમાં અગ્નિસ્‍નાન કર્યુ

ગંભીર હાલતમાં રાજકોટ ખસેડાયોઃ અગાઉ ડ્રગ્‍સ કેસમાં પકડાયો હતોઃ જમીનના ડખ્‍ખામાં ખોટી રીતે ફસાવી ધમકી અપાતા પગલુ ભર્યાનું કથન

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ તા.૨૩: ગીર સોમનાથના વેરાવળ કોર્ટમાં ડ્રગ્‍સના કેસના આરોપી અસફાક ગફારભાઇ પંજાએ આત્‍મવિલોપનનો પ્રયાસ કરતા આ પ્રકરણમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરેલ છે. યવકે આત્‍મવિલોપનનો પ્રયાસી કરીને સોશ્‍યલ મિડીયામાં વિડીયો વાયરલ કર્યો છે. હાલમાં યુવક રાજકોટની સિવીલ હોસ્‍પિટલમાં સારવારમાં છે.

સોશ્‍યલ મિડીયામાં અસફાક પંજાએ આક્ષેપો કરીને જણાવ્‍યું છે કે, મારા ઉપર ૨૦૨૨થી અત્‍યાર સુધી જમીનના મુદે, ધાક-ધમકીઓ આપવામાં આવી છે. જો કે આ અંગે હજુ સુધી વેરાવળ કે રાજકોટમાં કોઇ ફરીયાદ થઇ નથી. વેરાવળ ડિસ્‍ટ્રીક્‍ટ કોર્ટમાં ગેટ પાસે એક NDPS કેસના આરોપી અસફાક ગફારભાઈ પંજા (ઉંમર ૩૨)એ કોર્ટના મુખ્‍યદરવાજા પાસે આત્‍મવિલોપનનો પ્રયાસ કર્યો હતો.

અસફાકે પોતાના શરીર પર પેટ્રોલ જેવો જ્‍વલનશીલ પદાર્થ છાંટીને આગ લગાવી દીધી હતી. કોર્ટના દરવાજે હાજર વકીલોએ તાત્‍કાલિક પ્રતિક્રિયા આપીને યુવકને બચાવી લીધો હતો. ગંભીર રીતે દાઝી ગયેલા અસફાકને તાત્‍કાલિક સારવાર માટે વેરાવળ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યો હતો.જ્‍યાંથી વધુ સારવાર માટે જૂનાગઢ થી રાજકોટ ખસેડેલ હતો. ૨૦૨૨માં એન ડીપીએસ ડ્રગ્‍સ સંદર્ભના ના કેસમાં દોઢ વર્ષ માટે જેલવાસ થયો હતો અને તેમની જમીન પડાવી લેવા સંદર્ભે કોઈ વ્‍યક્‍તિ કે ગ્રુપ દ્વારા તેને ધમકી મળેલ હોવાથી આ પગલું ભરેલ હોય તેવું તેમના ભાઈએ પોલીસને નિવેદનમાં જણાવ્‍યું હતું. વેરાવળ સરકારી હોસ્‍પિટલ ખાતે લોકોના ટોળા ભેગા થતા પોલીસે બંદોબસ્‍ત ગોઠવાયો હતો તેમના ભાઈના જણાવ્‍યા મુજબ જે ધમકીઓ મળેલ હોય જેથી ડરીને આ પગલું ભરેલ હોવાના આક્ષેપ કર્યો હતો.પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

(11:08 AM IST)