<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd July 2025

અંગત અદાવતમાં સુરેન્‍દ્રનગરમાં યુવતિને રસોડામાંથી જ ઉઠાવી ગયા!

પોલીસે નાકાબંધી કરી મોડી રાતે જ મહિલા વકિલ સહિત ૭ અપહરણકારોને યુવતિ અને કાર સહિત ઝડપી લીધા

 (ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ર૩ :.. ે સુરેન્‍દ્રનગરના રતનપરમાં યુવતીનું ઘરમાંથી જ અપહરણ કરવામાં આવ્‍યું હતું. મળતા અહેવાલ પ્રમાણે કાર લઈને આવેલા ૮થી વધુ શખ્‍સો ઘરમાં ઘુસ્‍યા અને રસોડામાં રસોઈ કરતી યુવતીને ઘરમાંથી જ ઉઠાવી ગયા હતા.

આ શખ્‍સોએ યુવતીની બહેન અને તેમની સાસુને ધોકા અને મૂંઢ માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

કાયદાના જાણકાર મહિલા વકીલ અને તેની સાથે રહેલા ૭ ઈસમોએ યુવતીનું કારમાં અપહરણ કર્યું હતું.   પોલીસે નાકાબંધી કરીને સર્ચ ઓપરેશન અને પેટ્રોલિંગ શરૂ કર્યું હતું. તે દરમિયાન અપહરણકર્તાઓને મોડી રાતે દબોચી લીધા હતા.

અપહૃત યુવતીને મુક્‍ત કરાવી હતી. તમામ લોકોને પોલીસ સ્‍ટેશન લઈ જવામાં આવ્‍યા હતા. તો બીજી તરફ અપહરણમાં વપરાશ થયેલી કાર સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્‍યો હતો.

પ્રાથમિક માહિતી મુજબ અંગત અદાવતમાં આ કાંડ સર્જાયો હોવાનું સામે આવ્‍યું છે. ત્‍યારે સુરેન્‍દ્રનગર શહેરમાં મહિલાઓની સુરક્ષાના દાવાઓ  સામે પડકાર જનક બનાવ સામે આવ્‍યો છે  પોલીસે એમ જણાવે છે કે જૂની અદાવત અને અંગત પ્રશ્નોને લઈ અને મહિલાનું અપહરણ થયું હોવાનું અને આઠ શખ્‍સોએ ભેગા મળી  ઉઠાવી હોવાનું સામે આવ્‍યું છે  સાચું કારણ હજુ સુધી જાણવા મળ્‍યું નથી યુવતી પણ ગોળ ગોળ વાતો કરે છે ત્‍યારે અપહરણકારો પર હજુ સુધી કાંઈ જવાબ આપ્‍યો નથી અને જેની તપાસ હાલમાં ચાલુ છે.

 સુરેન્‍દ્રનગર શહેરમાં આ બનાવવાની જાણકારી જનતામાં થતા ની સાથે જ મહિલા વર્ગમાં પણ અને અભ્‍યાસ કરતી વિદ્યાર્થીઓ માં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્‍યો છે.

અન્‍ય સાત વ્‍યક્‍તિઓ પણ સાથે હોવાનું સામે આવ્‍યું છે ત્‍યારે આઠ વ્‍યક્‍તિઓ મળી અને રસોડામાં રસોઈ બનાવતી યુવતીનું અપહરણ કરી અને લઈ જવામાં આવી હતી પરંતુ પોલીસની જાગળતતા એક તરફ સામે આવે છે અને પોલીસે આ યુવતીને આબાદ બચાવ કરાવી અને હાલમાં તપાસ હાથ ધરી છે ત્‍યારે આ ઘટના સુરેન્‍દ્રનગર રતનપર વિસ્‍તારમાં બનવા પામી છે.

(11:12 AM IST)