News of Wednesday, 23rd July 2025
મોરબી મનપા મ્યુનિ.કમિશનરે ઝોન-૨માં સફાઈ કામગીરી અને ડોર-ટુ-ડોર કલેક્શનની કામગીરીની સમીક્ષા કરી
મોરબી મનપા મ્યુનિ.કમિશનરે ઝોન-૨માં સફાઈ કામગીરી અને ડોર-ટુ-ડોર કલેક્શનની કામગીરીની સમીક્ષા કરી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૨૩: પાલિકાના કમિશનર સ્વપ્રિલ ખરેએ ઝોન નંબર ૨ની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેઓએ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની સફાઈ કામગીરી અને ડોર-ટુ-ડોર કચરા કલેક્શનની કામગીરીની સમીક્ષા કરી હતી. કમિશનરે ઝોન-રના સફાઈ કામદારોની હાજરી પણ ચકાસી હતી. આ ઉપરાંત કમિશનરે દાણાપીઠ, કલેક્ટર ઓફિસ પાછળ, રોહિલાપીર દરગાહ અને આયુર્વેદિક હોસ્પિટલ જેવા ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ્સ (GVP)ની પણ મુલાકાત લીધી હતી.
વધુમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ૧૫ થી ૨૧ જુલાઈ દરમિયાન શહેરી વિસ્તારમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સના ભંગ બદલ કુલ રૂ. ૨૩,૯૬૦/ નો દંડ વસૂલવામાં આવ્યો છે. આ ઉપરાંત, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ શહેરી વિસ્તારમાં આવેલી રચના સોસાયટી, ખારાકુવા શેરી અને લીલાપર રોડ સ્મશાન સામેના નાલાની સફાઈ કામગીરી પણ હાથ ધરી હતી.
(11:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
