News of Wednesday, 23rd July 2025
કુતિયાણાના ગોકરણ પાસે કોઝ-વે ઉપર ભારે-મધ્યમ વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ

પોરબંદર, તા.૨૩: કુતિયાણા તાલુકાના ગોકરણ ગામ પાસે સારણ નદી પર ઓલ્ડસ્ટેટ (રાજાશાહી) વખતનો જુના ચણતર કામનો ચેકડેમ કમ કોઝવે આવેલ છે. જેના અમુક ગાળા નુકશાન પામ્યા છે આ પુલ પરથી પસાર થતાં વાહન વ્યવહારને અકસ્માત થવાની શકયતા હોવાથી આ બ્રીજ બનાવવાની કામગીરી પુર્ણ ન થાય ત્યાં સુધી પોરબંદર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે.બી.વદર દ્વારા ગોકરણ ગામ પાસે સારણ નદી પર ઓલ્ડસ્ટેટ (રાજાશાહી) વખતના ચેકડેમ કમ કોઝવે પરથી ભારે તેમજ મધ્યમ પ્રકારના વાહનોની અવર જવર કરવા પર પ્રતિબંધ અને વૈકલ્પિક રૂટ ઉપરથી વાહનોની અવર-જવર કરવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામા મુજબ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૧)(ખ) અન્વયે કુતિયાણા તાલુકાના ગોકરણ ગામ પાસે સારણ નદી પર આવેલ ઓલ્ડસ્ટેટ (રાજાશાહી) વખતનો જુના ચણતર કામનો ચેકડેમ કમ કોઝવેની રીપેરીંગની કામગીરી પુર્ણ ના થાય ત્યાં સુધી ભારે તેમજ મધ્યમ પ્રકારના વાહનોની અવર જવર કરવા પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે.
આ જાહેરનામા મુજબ વૈકલ્પિક રૂટ પોરબંદર - રાજકોટ નેશનલ હાઇવે (NH-૨૭) - ચૌટા ગામ - પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના ચૌટા - સિંધપુર રોડનો (કુલ અંદાજે કિ.મી.૭) ઉપયોગ કરવાનો રહેશે. અને આ રૂટ પરથી ભારે તેમજ મધ્યમ પ્રકારના વાહનોએ અવર જવર કરવાના રહેશે તેમ જણાવ્યું છે. (રર.ર)
(12:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
