News of Wednesday, 23rd July 2025
ભાયાવદર ભાજપ આગેવાનના ભાઈ સહિત જુગાર રમતા પાંચ ઝડપાયા

ઉપલેટા, તા. ર૩: ભાયાવદર પોલીસને મળેલ બાતમીને આધારે જુગાર અંગેની રેડ કરતા એક જ કુટુંબના પાંચ જેટલા વ્યક્તિઓની રૂપિયા ૧૩,૭૨૦ ની રોકડ રકમ સાથે કરી અટકાયત જુગારધારા મુજબ ફરિયાદ નોંધી હતી.ભાયાવદર પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.સી. પરમાર અને તેમની ટીમે દરબારગઢ વિસ્તારના રહેણાંક મકાનમાં જુગાર ચાલતો હોવાની બાતમીને આધારે રેડ કરતા નરેન્દ્રસિંહ દાનુભા ચુડાસમા, ઉપેન્દ્રસિંહ ગુલાબસિંહ ચુડાસમા, પળથ્વીરાજસિંહ ઉર્ફે લાલો અનિરૂદ્ધસિંહ ચુડાસમા, વિજયસિંહ વીરૂભા ચુડાસમા, યુવરાજસિંહ રઘુવીરસિંહ ચુડાસમા ટોકન થી જુગાર રમતા ઝડપાઈ જતા તેઓ પાસેથી ટોકન ઉપર રૂપિયા ૧૩,૭૨૦ રોકડા ઝડપી પાડી જુગારધારા નીચે કાર્યવાહી કરેલ હતી. જાણવા મળ્યા મુજબ આરોપીઓમાં એક આરોપી ભારતીય જનતા પક્ષના આગેવાનનો ભાઈ હોવાનું પણ જાણવા મળેલ છે.
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
