News of Wednesday, 23rd July 2025
પોરબંદર નજીક સોરઠી નદી કોઝ-વે ઉપર દ્વી-ચક્રીય સિવાય તમામ વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ

પોરબંદર, તા.૨૩: તાલુકાના અડવાણા પાસે સોરઠી નદી પર ચેકડેમ કમ કોઝવે બનાવવામાં આવ્યો છે. જેના અમુક ગાળાઓ ક્ષતિગ્રસ્ત જણાય છે અને આ સી.ડી.સી. પરથી પંચાયત માર્ગ અને મકાન વિભાગ, પોરબંદર હસ્તકનો અડવાણા-કારાવડનો રસ્તો પસાર થાય છે. અકસ્માત ન થાય તે માટે અડવાણા-કારાવડ રસ્તા પર બ્રીજ બનાવવાની કામગીરી ન થાય ત્યાં સુધી ચેકડેમ કમ કોઝવે પર દ્રીચક્રી વાહનો સિવાયના તમામ વાહન વ્યવહારની અવર જવર પર પ્રતિબંધ કરવા પોરબંદર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી જે. બી. વદર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
આ જાહેરનામા મુજબ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૧)(ખ) અન્વયે પોરબંદર તાલુકાના અડવાણા ગામ પાસે સોરઠી નદી પર આવેલ ચેકડેમ ક્રમ કોઝવેની રીપેરીંગની કામગીરી પુર્ણ ના થાય ત્યાં સુધી દ્રીચક્રી વાહનો સિવાયના તમામ પ્રકારના વાહનોની અવર જવર કરવા પર પ્રતિબંધ કરાયો છે.
વૈકલ્પિક રૂટ ઉપરથી દ્રીચક્રી વાહનો સિવાયના તમામ પ્રકારના વાહનોએ અવર જવર માટે અડવાણાથી સોઢાણા-ભોમીયાવદર-શણખલા થઈ કારાવડ રોડનો ઉપયોગ કરવાનો રહેશે તેમ જાહેરનામામાં જણાવ્યું છે. (રર.૩)
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
