<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd July 2025

કાલે બંગાળની ખાડીમાં બનનારી સીસ્‍ટમ્‍સ માસાંતે ગુજરાતને ધમરોળશે?

‘વિફા' નામનું ચક્રવાત ફિલીપીન્‍સ વિએટનામ અને ચીનમાં ભારે તબાહી સર્જી હવે નબળુ પડી, તેના અવશેષો આવતીકાલે બંગાળની ખાડીમાં પહોંચીને નવી સીસ્‍ટમનું સ્‍વરૂપ લેશે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા., ર૩: વિફા નામનું વાવાઝોડુ દ.ચીન આસપાસ ભારે તબાહી મચાવી ચુકયું છે. આ વાવાઝોડુ ચીન-વિએટનામ અને ફિલીપીન્‍સના વિસ્‍તારોમાં ખુબ આકરે પાણીએ રહયું હવે તે આપણી તરફ અર્થાત પヘમિ તરફ ગતી કરી બંગાળની ખાડીમાં પ્રવેશશે. જો કે હવે તે નબળુ પડી ગયું છે. પણ વ્‍યાપક વરસાદ વરસાવવાની ક્ષમતા હજુયે તેમાં બરકરાર છે. દ.ચીન વિસ્‍તારમાં આ ચક્રવાત કેટલું ખતરનાક હતું ? તે જોવા માટે યુ-ટયુબમાં વિફા ટાઇફુન સર્ચ કરવાથી આ ચક્રવાતનું શકિતશાળી પ્રદર્શન વાળા ઘણા વિડીયો કલીપ જોઇ શકાય છે.  આ નબળુ પડેલુ વિફા ચક્રવાત હવે વાવાઝોડુ મટીને એક વરસાદી સીસ્‍ટમ સ્‍વરૂપે બંગાળની ખાડીમાં ર૪ જુલાઇ આસપાસ પહોચશે.

જેથી બંગાળની ખાડીમાં આ કારણે બનનારી સીસ્‍ટમ અત્‍યાર સુધી બનેલી સીસ્‍ટમોથી થોડી વધુ શકિતશાળી હશે જ. કારણ કે તેમાં ચક્રવાતના બચેલા અવશેષો સામેલ રહેશે. આ સીસ્‍ટમ દેશના ઉતર પુર્વ મધ્‍ય ભાગના રાજયોમાં ભારે વરસાદ વરસાદી ગુજરાત-રાજસ્‍થાન નજીક આ જુલાઇ માસના અંતિમ દિવસોમાં પહોંચશે જેથી જુલાઇના અંતિમ દિવસોમાં અને ઓગષ્‍ટના પ્રારંભે ગુજરાતમાં વરસાદ હળવો-ભારે કે અતિભારે પડશે? તે અંગે આઇએમડીના લોંગ ફોરકાસ્‍ટ મેપ્‍સ ઉપરાંત જીએસએફ, આઇસીસીઓએન અને ઇસીએમ ડબલ્‍યુએફ સહિત વિવિધ મોડેલોમાં અલગ અલગ સંભાવનાઓ સાથે તેમાં વારંવાર પરીવર્તન પણ જોવા મળી રહયા છે ખાસ કરી આ સીસ્‍ટમના ટ્રેક બાબતે જેથી માસાંતે ગુજરાતને વરસાદ કેવી ગતીએ ધમરોળશે? એ અંગે બે દિવસ બાદ ચિત્ર વધુ સ્‍પષ્‍ટ બનશે. અંતમાં અમારા આ પહેલાના અહેવાલમાં ઓગષ્‍ટના અંત ભાગ સુધી વરસાદની ગતી શ્રાવણના સરવડા જેવી રહેશે તે શિર્ષકમાં જુલાઇને બદલે ઓગષ્‍ટ ભુલથી લખાયું હતું જે માટે વાંચકોને ક્ષમા યાચના.

(11:44 AM IST)