News of Wednesday, 23rd July 2025
વાંકાનેરમાં ૨૫ વારીયા વિસ્તારમાં વોંકળા ઉપર બની ગયેલા ૧૨ મકાનોને તોડી પડાયા
૫૦૦ ચો.મી. સુધી દબાણ દુર કરાવી વરસાદી પાણીના નિકાલનો માર્ગ ખૂલ્લો કરાયો

વાંકાનેર ,તા.૨૩: અહીં ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવા માટે ગઈ કાલે નગરપાલિકા દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું હતું ે ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ સહિતના અધિકારીઓનો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો અને એક સાથે કુલ મળીને કાચા પાકા ૧૨ જેટલા મકાનો તોડી પાડીને ે વરસાદી પાણીના નિકાલને ખૂલ્લો માર્ગ કરવામાં આવ્યો હતો
ચીફ ઓફિસર ગીરીશભાઈ સરવૈયા પાસેથી મળતી માહિતી પ્રમાણે પચ્ચીસ વારિયા વિસ્તારમાં જે વરસાદી પાણીના નિકાલ માટેનો વોકળો હતો તે વોકળાની જગ્યા ઉપર કાચા પાકા મકાનો બાંધી લેવામાં આવ્યા હતા તેને તોડી પાડવા માટે થઈને અગાઉ નોટિસ આપવામાં આવી હતી અને ત્યારબાદ ડીમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે ૮ પાકા મકાનો તથા ૪ કાચા પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા ડીવાયએસપી સમીર સારડા તેમજ ત્રણ પીઆઇ, પીએસઆઇ વિગેરેનો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો અને કુલ મળીને ૫૦૦ ચોરસ મીટર જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવી છે
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
